મોરબીમાં સરદારનગર અને પંચાસર રોડના પમ્પીંગ સ્ટેશનમાં પાણી ઘુસતા મોટરો બળી ગઈ

- text


શહેરના 30 ટકા વિસ્તારમાં પાણી વિતરણ થયું ઠપ્પ : મચ્છુ-2 ડેમમાં મુકાયેલી પાલિકાની 18 મોટરો પાણીમાં ડૂબી

મોરબી : મોરબીમાં પડેલા ભારે વરસાદને કારણે સરદારબાગ અને પંચાસર રોડ ઉપર આવેલા પંપીંગ સ્ટેશનમા પાણી ઘુસી જતા મોટરો બળી ગઈ હોવાનું ધ્યાને આવ્યું છે. ઉપરાંત મચ્છુ-2 ડેમમાં મુકેલી 18 મોટરો ડૂબી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ સમસ્યાના કારેન શહેરના 30 ટકા વિસ્તારમાં પાણી વિતરણ ઠપ્પ થઈ ગયું છે.

મોરબીમાં ગત શુક્રવાર અને શનિવારના રોજ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. આ દરમિયાન પાલિકાના સરદારનગર અને પંચાસર રોડ ઉપર આવેલ પમ્પીંગ સ્ટેશનમાં પણ પાણી ઘુસી ગયા હોવાથી મોટરો બળી ગઈ હતી. જેના કારણે શહેરના 30 ટકા વિસ્તારમા હાલ પાણી વિતરણ ઠપ્પ છે. વધુમાં પાલિકા દ્વારા મચ્છુ-2 ડેમમાં મુકવામાં આવેલી 18 મોટરો પણ પાણીમાં ડૂબી ગઈ છે.

- text

આ અંગે પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરાએ જણાવ્યું કે સરદારનગર અને પંચાસર રોડ ઉપર આવેલ પમ્પીંગ સ્ટેશનમાં પાણી ઘૂસવાથી મોટરો બળી ગઈ છે. હાલ રીપેરીંગની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી આજે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે.

- text