મોરબી : માધાપરવાડી શાળામાં એક બાળ, એક ઝાડ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : મોરબીની માધાપરવાડી શાળામાં બાળકો, શાળાના સ્ટાફ અને ગામલોકો દ્વારા ધરમપુર નર્સરીમાંથી 400 જેટલા છોડવાઓ લાવીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

- text

આજના આ ગ્લોબલ વોર્મિગ અને કલાઈમેન્ટ ચેંજના સમયમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરવાની તાતી જરુરીયાત છે. સમગ્ર માનવજાતે આડેધડ વૃક્ષોનું છેદન કરી સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઉભા કરી દીધાં છે, કારખાનાઓનાં ધુમાડા, દરેક ઘરો, ઓફિસોમાં, મોટરકારમાં રહેલા એ.સી, રાત દિવસ વણથંભ્યા સતત ચાલતા રહેતા વાહનોના ધુમાડાના કારણે દર વર્ષે પૃથ્વી પરનું તાપમાન વધતું જાય છે, એટલે જ ક્યાં અતિવૃષ્ટિ ક્યાંક અનાવૃષ્ટિ સર્જાય છે. એમાંય મોરબી અને આસપાસના વિસ્તારોમાં તો છેલ્લા પાંચેક વર્ષથી વરસાદનું પ્રમાણ ખૂબ જ ઘટ્યું છે. રાજકોટ, વાંકાનેર, ટંકારામાં અત્યાર સુધી નોંધપાત્ર વરસાદ થયો છે, જ્યારે મોરબી અને આસપાસના વિસ્તારોમાં માત્ર ઝરમર ઝરમર વરસાદ જ વરસ્યો છે. દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાય છે. આ પરિસ્થિતિમાંથી બચવા “વૃક્ષો વાવો,વરસાદ લાવો”, “વૃક્ષનું જતન પર્યાવરણનું જતન” આવી ઉક્તિને સાર્થક કરવા અને શિક્ષણ વિભાગના “એક બાળ, એક ઝાડ” ના આદેશને અનુસરવા ધરમપુર નર્સરીમાંથી એક મોટા વાહનમાં 400 રોપા લઈ આવી માધાપરવાડી કુમાર કન્યા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 400 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને બહોળી સંખ્યામાં વાલીઓએ પણ હાજરી આપી વાવેલ વૃક્ષોને ઉછેરવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text