મોરબીમા શહીદોના પરિવારોને સહાય આપવાના કાર્યક્રમ માટે બિટ્ટાસિંગની હાજરીમાં બેઠક મળી

- text


પુલવામાં હુમલામાં શહીદ થયેલા પરિવારોને માનભેર મોરબી બોલાવીને એકત્ર થયેલ રૂ. 2 કરોડનો ફાળો અર્પણ કરાશે : આગામી દિવસોમાં સ્થળ, સમય નક્કી કરી વ્યવસ્થા ગોઠવાશે

મોરબી : પુલવામા હુમલામા શહિદ થયેલા જવાનોના પરીવારજનોને આર્થીક રીતે મદદરૂપ થવા માટે મોરબીના સિરામિક એસો. તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા મોટી સહાય એકત્રીત કરવામાં આવી છે. આ સહાય શહીદોના પરિવારજનોને હાથોહાથ આપવા માટે મોરબીમાં જાજરમાન કાર્યક્રમ યોજવાનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે. જે સંદર્ભે સીરામીક એસો.ના હોદ્દેદારોએ એટીએસના પ્રમુખ બિટ્ટાસિંગ સાથે બેઠક યોજી હતી.

મોરબી સિરામીક એશોસીએસન હોલમાં ગઇકાલે ઓલ ઇન્ડિયા એન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટ(એટીએસ)ના પ્રમુખ એમ.એસ. બીટ્ટાસીંગની હાજરીમાં મિટીંગ યોજાઇ હતી. જેમા જિલ્લા કલેકટર ઉપરાંત મોરબી સિરામિક એસો.ના પ્રમુખ નિલેશભાઇ જેતપરીયા, મુકેશભાઇ ઉઘરેજા, કિશોરભાઇ ભાલોડીયા, કિરીટભાઇ ઓગણજા, ભાણજીભાઇ પટેલ, મુકેશભાઇ કુંડારીયા, ઘનશ્યામસિંહ ઝાલા અને કલોક એસો.ના પ્રમુખ શશાંકભાઈ દંગી સહિતના ઉધોગકારો તેમજ વિવિધ એસો., સ્વનિર્ભર શાળાના સંચાલકો તથા માતૃભૂમિ વંદના ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ મિટીંગમાં શહિદોના પરીવારોને લાવવા લઇ જવા તેમજ અન્ય વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે બિટ્ટાસિંગે આ કાર્યક્રમ દિલ્હીમાં યોજવાની વાત મુકી હતી જો કે, અહીના આગેવાનોએ મોરબીમાં ભવ્ય કાર્યક્રમ યોજવા માટેની તૈયારી દર્શાવી હતી. જેથી બિટ્ટાસિંગે આગામી દિવસોમાં જ્યારે પણ મોરબીના આંગણે શહીદ પરિવારોને આર્થિક મદદ પહોંચાડવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારે તેમાં તમામ પ્રકારની મદદ કરવા માટેની તૈયારી દર્શાવી હતી. ઉપરાંત તેઓએ આ કાર્યક્રમમાં મહાનુભાવો તેમજ સેનાના અધિકારીઓને આમંત્રિત કરવાની જવાબદારી પણ લીધી હતી.

સિરામિક એસોસિએશન હવે આગામી દિવસોમાં મોરબીની વિવિધ સંસ્થાઓ સાથે મિટીંગ કરીને શહીદના પરિવારોને કેવી રીતે મોરબી લઇ આવવા અને કઈ જગ્યાએ કાર્યક્રમ તેમજ કયા સમયે કાર્યક્રમો યોજવો તે સહિતના મુદ્દાઓને લઈને ચર્ચા કરશે તેમજ કાર્યક્રમની અંતિમ રૂપરેખા ઘડી કાઢશે. ઉલ્લેખનિય છે કે મોરબીમાં લોકોએ ઉદાર હાથે સહાય અર્પણ કરીને રૂ. 3 કરોડનો ફાળો એકત્ર કર્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં આ તમામ રકમ શહીદોના પરિવારોને હાથોહાથ અર્પણ કરવામાં આવનાર છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text