યુવા રન ફાઉન્ડેશનની યોગ સ્પર્ધામાં ઉમા વિદ્યા સંકુલનો ડંકો

- text


મોરબી : ગઈકાલ તારીખ 28ને રવિવારે રાજકોટના આત્મીય યુનિવર્સીટીના પરિસર ખાતે યુવા રન ફાઉન્ડેશન દ્વારા યોજાયેલી જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધામાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં મોરબીના ઉમા વિદ્યા સંકુલના નવ જેટલા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા છે.

- text

ગાઉકાળે આત્મીય યુનિવર્સીટી (રાજકોટ) ખાતે યુવા રન ફાઉન્ડેશન દ્વારા 51 લાખના આકર્ષક ઇનામ સાથેની મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મોરબી જિલ્લામાંથી ઘણીબધી સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ઉમા વિદ્યા સંકુલના કુલ 9 વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ સિલેક્ટ થયેલ છે. આ સાથે મોરબી જિલ્લામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ઉમા વિદ્યા સંકુલના સિલેક્ટ થઈ શાળા અને માતાપિતાનું ગૌરવ વધાર્યું છે. જેમાં સિલેક્ટ થયેલ વિદ્યાર્થીઓ અંડર – 10માં બે વિદ્યાર્થીઓ જેતપરિયા સ્મિત (તૃતીય નંબર), મારવણીયા ધર્મ ( છઠ્ઠો નંબર), અંડર – 15 માં 4 વિદ્યાર્થીઓ ઉભડીયા હેતાંશ (પ્રથમ નંબર), ભલાણી મુકુંદ (બીજો નંબર), ઉકાણી વિવેક (ચોથો નંબર), ઉભડીયા વિધિ ( સાતમો નંબર) તથા અંડર – 20 માં 3 વિદ્યાર્થીનીઓ પટેલ વેન્સી (તૃતીય નંબર) , ઉભડીયા ધ્રુવી (પાંચમો નંબર), પરેચા મિત્તલ (છઠ્ઠો નંબર)એ ક્રમાંક મેળવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને યુવા રન ફાઉન્ડેશનના ફાઉન્ડર હરેશભાઈ કૈલા તથા સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા અને આચાર્ય હિતેષભાઈ સોરીયાએ અભિનંદન પાઠવ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text