માળીયા : મોટા દહીંસરા કન્યા શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ

- text


માળીયા : આજરોજ માળિયા તાલુકા ની મોટા દહીંસરા કન્યા પ્રાથમિક શાળા માં બાળસાંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર ચૂંટણીપ્રક્રિયા હાથ ધરાઈ હતી.

- text

મોટા દહીંસરા કન્યા પ્રાથમિક શાળામાં બાળસાંસદની આજરોજ નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં બાળકોને ઇવીએમ દ્વારા મત અપાવામાં આવ્યો હતો. તેમજ ચૂંટણીપ્રક્રિયાથી તેમને વાકેફ કરાયા હતા. કુલ 3 પેનલ ચૂંટણીમાં ઉભા હતા જેમાં 1 પેનલ માં 10 વિદ્યાર્થી ઓ હતા. ચૂંટણી બાદ જાહેરમાં તેમનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ચૂંટણીમાં કુલ 161 મત પડ્યા હતા જેમાં હૂંબલ રોનકને 48, પઢીયાર વિધિકાને 53 અને મિયાત્રા માનસીને 60 મત મળ્યા હતા. જેમાં માનસીની પેનલને વિજેતા જાહેર કરીને તેમને મહામંત્રી બનાવવામાં આવી હતી અને અન્ય 9 સભ્યોને પાણી, સફાઈ, આરોગ્ય, ભોજન, શિક્ષણ જેવા વિવિધ ખાતાઓની સોંપણી કરવામાં આવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text