મોડી રાત્રે વાંકાનેર ટોલ નાકા પાસે ટોરસ ટ્રકમાં આગ : કોઈ જાનહાની નહિ

- text


વાંકાનેર : ગત મોડી રાત્રે વાંકાનેર ટોલ પ્લાઝા પાસે એક ટ્રકમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે જઈ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

- text

ગત મોડી રાત્રે આશરે 03:30 વાગ્યે મુબારકભાઈ નામના નાગરિકનો ફાયર વિભાગમાં ફોન આવ્યો હતો કે વાંકાનેર ટોલ પ્લાઝા પાસે એક ટ્રકમાં આગ લાગી છે. કોલ મળતા જ ફાયર ફાયટર્સની ટિમ તત્કાળ ઘટના સ્થળે ઘસી ગઈ હતી. જ્યાં MH 46 BF 7195 નંબરના ટોરસ ટ્રેલરમાં લાગેલી આગ એક ટેન્કર પાણીનો મારો ચલાવીને કાબુમાં લેવામાં આવી હતી. શોટ સર્કિટને લીધે ટ્રકમાં આગ લાગી હોવાનું જાણવા મળે છે. ટ્રકમાં આગ લાગતા જ ડ્રાયવર અને કંડકટર ટ્રકમાંથી નીચે ઉતરી જતા સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. આગથી ટ્રકની કેબિનમાં ભારે નુક્શાન થયું હતું. જ્યારે ટ્રોલીના ભાગે આગ પહોંચે એ પહેલાં ફાયર ફાયટર પહોંચી જતા વધુ નુકશાન થતા અટક્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text