મોરબીની આર્ટ્સ કોલેજમાં બ્યુટિશિયન વર્કશોપ યોજાઈ

- text


યુ.એન. મહેતા કોલેજમાં યોજાયેલી આ વર્કશોપમાં ઉમાઝ પાર્લરના ઉમાબેન સોમૈયાએ માર્ગદર્શન આપ્યું

મોરબી : મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં તાજેતરમાં એક બ્યુટિશિયન વર્કશોપ યોજાઈ હતી. આ વર્કશોપમાં ઉમાઝ પાર્લર એન્ડ ટ્રેનિંગ સેન્ટરના ઉમાબેન સોમૈયાએ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું હતું. મોરબીના સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. આર્ટ્સ કોલેજમાં તાજેતરમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ.એમ કંઝારિયાના માર્ગદર્શન હેઠળ બ્યુટિશિયન અંગેનો એક પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં મોરબીમાં આવેલા ઉમાઝ પાર્લર એન્ડ ટ્રેનિંગ સેન્ટરના ઉમાબેન સોમૈયા અને એમના પાર્લરની ટિમ ઉપસ્થિત રહી હતી. પ્રારંભમાં સર્વધર્મ પ્રાર્થના કરીને પ્રિન્સિપાલ દ્વારા ટ્રેનર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજના સમયમાં સૌંદર્યની જરૂરિયાતને અનુલક્ષીને આ વર્કશોપની સમજણ અને ઉપયોગીતા સમજાવી સૌંદર્ય એક શાસ્ત્ર છે અને તેને રસ, શોખ અને વ્યવસાય તરીકે અપનાવી શકાય એ વાત પર ભાર મુક્યો હતો.

- text

ઉમાઝ પાર્લર એન્ડ ટ્રેનિંગ સેન્ટરના સંચાલક ઉમાબેન સોમૈયા દ્વારા મેકઅપ, હેરસ્ટાઇલ, સાડી પરિધાન, મહેંદી, દુલ્હન શણગાર અને પર્સનાલીટી ડેવલપમેન્ટ અંગે તથા વ્યવસાય તરીકે બ્યુટી પાર્લર અપનાવીને તેમાં લગતી મહેનત વિષે પણ જણાવ્યું હતું. આમ તેમણે સૌંદર્ય શાસ્ત્ર વિશેની પ્રાથમિક માહિતી, સમજણ અને સાંપ્રત સમયનું માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં વિશાલ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text