હડમતિયામાં બી.પી. તથા ડાયાબિટીશ કેમ્પ યોજાયો

- text


લજાઈ પી.એચ.સી. સેન્ટરના સીધા માર્ગદર્શન હેઠળ દ્વારા આ કેમ્પનું આયોજન કરાયું

હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામે મોરબી જીલ્લાપંચાયત આરોગ્ય કચેરી દ્વારા લજાઈ પી.એચ.સી. સેન્ટરના માર્ગદર્શન હેઠળ હડમતિયા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં બી.પી. તથા ડાયાબીટીશ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૩૭ દર્દીઓને ચેક કરતા બી.પી.ના 5 તેમજ ડાયાબિટીશના 4 દર્દીઓના પોઝેટીવ રિપોર્ટ આવ્યા હતા. બાકીના નોર્મલ રિપોર્ટ જણાયા હતા. હડમતીયાના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે યીજયેલા બી.પી અને ડાયાબિટીસના નિદાન કેમ્પમાં આરોગ્ય હેલ્થ કર્મચારીઓમાં સી.એચ.ઓ. બાદી તૈયબાબેન, એફ.એચ.એસ. મધુબેન ગૌસ્વામી, એફ.એચ.ડબલ્યુ. ભાવનાબેન ભીંડી, એમ.પી.એચ. ડબલ્યું. જગદીશભાઈ જાની, આશાવર્કર હંસાબેન અજાણા, વનિતાબેન મકવાણા, હંસાબેન ચાવડા હાજર રહી દર્દીઓની સેવા પુરી પાડી હતી. આ પ્રસંગે દર્દીઓને નાસ્તો પણ આપવામા આવ્યો હતો આ હેલ્થ એન્ડ વેલનેસની સેન્ટરની મુલાકાત સંજીવની સમિતીના સદસ્ય રમેશ ખાખરીયાએ મુલાકાત લીધી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text