વોટ્સએપમા એરર : ફોટા અને ઓડિયો ડાઉનલોડ થતા બંધ થઈ ગયા

- text


 

મોરબી : આજે સાંજના સમયથી વોટ્સએપમા એરર આવી જતા ફોટા અને ઓડિયો ડાઉનલોડ થતા બંધ થઈ ગયા છે. જેના કારણે વિશ્વભરમાં વોટ્સએપ વપરાશકર્તાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

આજે સાંજના સમયથી વોટ્સએપમા કોઈ એરર આવી જતા તેની સેવા ખોરવાઈ છે. જેમાં ઘણા યુઝર્સને ફોટા, ઓડિયો તેમજ સ્ટેટ્સ ડાઉનલોડ થઈ ન શકતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. જો કે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકના સર્વર સાથે જોડાયેલું હોય, બીજા બન્ને એપમાં પણ થોડા અંશે અસર દેખાઈ હોવાનું જાણવા મળ્યું છે.

- text

વોટ્સએપમા આવેલી આ એરર અંગે હજુ સુધી તેના દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી નથી. હાલ આ એરર ઝડપથી દૂર થાય તેની વપરાશકર્તાઓ રાહ જોઈ રહ્યા છે.

- text