વાંકાનેર : અમુક સિરામિક ફેકટરીઓના પ્રદુષિત પાણીથી ગૌવંશની ચામડીઓમાં ગંભીર અસર

- text


ઢુંવા પાસે ફેક્ટરીઓના ખુલ્લેઆમ નિકાલ કરાયેલા પ્રદૂષિત પાણીના સર્પકમાં આવતા રખડતા પશુઓ ચામડી નીકળી ગઈ : અબોલ જીવ પીડામાં કણસતા હોવાથી સામાજીક આગેવાન દ્વારા કરૂણા અભિયાન પર સંપર્ક કરાયો

વાંકાનેર : વાંકાનેરના ઢુંવા પાસેની અમુક સીરામીક ફેકટરીઓ દ્વારા નીતિ નિયમો નેવે મૂકીને જોખમ કારક રીતે ખુલ્લેઆમ નિકાલ કરતા ફેક્ટરીઓના પ્રદુષિત પાણી અબોલજીવો માટે ગંભીર ખતરારૂપ બની ગયા છે.જેમાં આ કેમિકલયુક્ત પાણીના સંપર્કમાં આવતા રખડતા ગૌવંશની ચામડી નીકળી ગઈ છે.ત્યારે આ અબોલ જીવોની ચામડી પર ગંભીર અસર થઈ હોવાથી તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગ હરણફાળ પ્રગતિ સાધી છે સાથોસાથ સિરામિક ઉદ્યોગમાંથી નીકળતા ઝેરી કેમિકલયુક્ત પાણીનું યોગ્ય નિકાલ ન કરતાં અને સરકારી ખરાબામાં કે નદી-નાળામાં ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે નિકાલ કરતાં તેની ગંભીર અસરો જોવા મળી રહી છે. આજે વાંકાનેરના ઢુવા વિસ્તારમાં આવા જ એક બનાવમાં સિરામિક ફેક્ટરી દ્વારા નિકાલ કરવામાં આવેલ કેમિકલયુક્ત પાણીમા રખડતા ગૌવંશ સંપર્કમાં આવતાં ગૌવંશની ચામડીમાં ગંભીર ઇજાઓ થઈ છે.અને ચામડી નીકળી ગયેલ જોવા મળી છે. આ પાણી એટલું ભયંકર છે કે જો પશુઓને આવી અસર થતી હોય તો આ કેમિકલયુક્ત પાણી વરસાદી પાણી સાથે ભળીને મચ્છુ-2 ડેમ માં જાય અને તે પાણી મોરબીવાસીઓ ને પીવામાં આવે કે ખેતીના ઉપયોગમાં લેવામાં આવે તો ગંભીર પરિણામ આવે તેવી ભીતિ સેવાઈ રહી છે. તો આગામી સમયમાં આ કેમિકલયુકત પાણીથી ગંભીર બીમારીઓ મોરબીવાસીઓને મળવાની પૂરી શક્યતાઓ છે.સમય રહેતા પ્રદુષણ કંટ્રોલ બોર્ડ દ્વારા સિરામિક ઉદ્યોગમાંથી નીકળતા આવા કેમિકલયુક્ત પાણીનું યોગ્ય નિરાકરણ કરવામાં આવે તે માનવ જીંદગી માટે હિતકારક રહેશે તેવી જાગૃત નાગરિકોએ માંગ ઉઠાવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text