સીરામિક્સ એક્સપોમાં કઝાકિસ્તાન સહિતના દેશોમાથી પણ 100 બાયર્સનું ડેલીગેશન આવશે

- text


કોમનવેલ્થ ઓફ ઇન્ડીપેન્ડન્ટ સ્ટેટના બિઝનેશ હબ ગણાતા કઝાકિસ્તાનમા સીરામીકસ એક્સપો ટીમની ત્રણ એસોસિએશન સાથે સફળ મંત્રણા
સીરામિક્સ એક્સપો પૂર્વે મોરબીના સીરામીક ઉદ્યોગપતિઓના ડેલીગેશનને મંત્રી મનસુખભાઈ માંડવીયાની આગેવાનીમાં કઝાકિસ્તાન લઈ જવાની વિચારણા

મોરબી : કોમનવેલ્થ ઓફ ઇન્ડીપેન્ડન્ટ સ્ટેટમાં મોરબીના સીરામીક માટે વિપુલ તકો છે. જેથી તેના બિઝનેશ હબ ગણાતા કઝાકિસ્તાનમાં સીરામિક્સ એક્સપોની ટીમ દ્વારા ત્રણ વિશાળ એસોસિએશન સાથે મંત્રણા કરવામાં આવી છે. આ બેઠક સફળ રહેતા કઝાકિસ્તાન અને અને તેની આસપાસના દેશોના ડેલીગેશન સીરામિક્સ એક્સપોમા પધારવાના છે. જેમાં અંદાજીત 100 જેટલા બાયર્સ હશે. આગામી નવેમ્બર માસમાં તા. ૨૨ થી ૨૪ સુધી દરમીયાન ગાંધીનગર ખાતે ટાઉન હોલ પાસે આવેલા એક્ઝિબિશન સેન્ટરમાં સીરામિક્સ કોન્કલેવ એન્ડ એક્સપોનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વોલ ટાઇલ્સ, વિટરીફાઇડ ટાઇલ્સ, સેનેટરી વેર, બાથ વેર અને બાથ ફિટિંગ્સ સહિતની પ્રોડક્ટ બનાવતા મેન્યુફેક્ચર્સ ભાગ લઈ શકે છે. આ એક્સપોમાં કુલ ૨૦૦૦ થી વધુ બાયર્સ ફોરેનથી તેમજ વિવિધ રાજ્યોમાંથી આવવાના છે.

- text

મોરબીના સીરામીક ઉદ્યોગને વિશ્વ ફલક ઉપર ચમકાવનાર, સીરામિક એક્સપોના આયોજક તથા સીરામીક એક્સપોર્ટ માર્કેટનું રિસર્ચ કરનાર ઓકટાગોન કોમ્યુનિકેશનના સીઈઓ સંદીપ પટેલના માર્ગદર્શન હેઠળ હાલ સીરામીક એક્સપોની ટીમ વિવિધ દેશોમાં બેઠકોનો દૌર ચલાવી રહી છે. જેમાં સીરામિક્સ એક્સપોના ઇન્ટરનેશનલ પ્રમોશન ટીમના નિશિથભાઈ શાહ દ્વારા કઝાકિસ્તાનમા બેઠકો કરવામાં આવી હતી.

કોમનવેલ્થ ઓફ ઇન્ડીપેન્ડન્ટ સ્ટેટમાં છ થી સાત જેટલા દેશો આવેલા છે. જેનું બિઝનેશ હબ કઝાકિસ્તાન છે. અહીં સિરામિક એક્સપોની ટીમ દ્વારા કઝાકિસ્તાન એસોસિએશન ઓફ બિલ્ડીંગ મટિરિયલ્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મરાલ ટોમપિયવ, કઝાક- ઇન્ડિયન બિઝનેશ કાઉન્સિલના કો-ચેરમેન અઝમત અલીમોવ, ઇનચામ કઝાકિસ્તાનમા પ્રમુખ ડો. મહમદ સુહેલ ઉપરાંત નૂર સુલતાન, ઇન્ડિયન એમ્બેસીના કોમર્સ સેક્રેટરી આર. બાલક્રિષ્નન સાથે બેઠક કરીને તેઓની સાથે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ ત્રણેય એસોસીએશન સાથેની મંત્રણા સફળ રહી હતી. જેથી કઝાકિસ્તાન અને તેની આસપાસના દેશોના ડેલીગેશન સિરામિક્સ એક્સપોમાં પધારવાના છે. જેમાં 100 જેટલા બાયર્સ ભાગ લેવાના છે. ઉપરાંત કઝાકિસ્તાનના માર્કેટની ઝીણવટભરી માહિતી મેળવવા માટે સીરામીક એક્સપો દ્વારા આગામી દિવસોમાં મોરબીના ઉદ્યોગકારોનું ડેલીગેશન પણ ત્યાં લઈ જવામા આવશે. આ ડેલીગેશન મંત્રી મનસુખભાઈ મંડવીયાની આગેવાનીમાં કઝાકિસ્તાન જશે.

- text