મોરબી : જિલ્લા માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા શહીદોના પરિવાર માટે 1.27 લાખ રૂપિયાનો ફાળો એકત્ર કરાયો

- text


મોરબી : મોરબી જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા મોરબી જિલ્લાની ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો દ્વારા પુલવામાં ખાતે શહીદ ભારતીય વીર જવાનોના પરિવારની આર્થિક મદદ કરવાના હેતુથી ફાળો એકત્રિત કરાયો હતો. માધ્યમિક શિક્ષકો દ્વારા 89,731 રૂપિયા તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો દ્વારા 37,900 રૂપિયા, આમ કુલ મળી રૂપિયા 1,27,631 ની સ્વૈછીક એકત્રિત કરાયેલી રકમનો ચેક મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકીને અર્પણ કરાયો હતો. આ તકે મોરબી જિલ્લાના માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ અશોકભાઈ કામરીયા, મહામંત્રી મુસ્તકભાઈ ભોરિયા, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભગવાનભાઇ કુંભરવાડિયા તથા મહામંત્રી વિશાલકુમાર ગોધાણી સહિત તમામ કારોબારી સભ્યોએ આ ફાળામાં યોગદાન આપનાર જિલ્લાના તમામ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text