મોરબી : 230 વેપારીઓને મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી અપાઈ

- text


મોરબી : મોરબીમાં રાત્રિના સમયે દુકાનો મોડી રાત સુધી ખુલ્લી રાખી ધંધો કરવા માંગતા વેપારીઓએ આજે મોરબી પાલિકા દ્વારા યોજાયેલ નોંધણી કાર્યકમમાં પોતાના ધંધા-વ્યવસાયની નોંધણી કરાવી હતી. જેને નગરપાલિકા તંત્ર દ્વારા સ્થળ પરથી જ મંજુરી આપવામાં આવી હતી.

- text

રાજય સરકાર દ્વારા નગરપાલિકા, મહાનગરપાલિકા, નેશનલ કે સ્ટેટ હાઇવે વિસ્તારમાં આવેલી હોટેલ કે દુકાન મોડી રાતના 2 વાગ્યા સુધી ખુલી રાખવા પરવાનગી અપાઇ હતી. જ્યારે બસ સ્ટેશન અને રેલવે પ્લેટફોર્મ પર કે પેટ્રોલપંપ પર દુકાનો શરૂ રાખી શકાય તે માટે શોપ એન્ડ એસ્ટેબ્લીસ્ટ એક્ટ 2019ને મંજુરી આપી દેવાઇ હતી. સમગ્ર રાજ્યમાં જાહેરાત થવાનાં એક સપ્તાહમાં અમલવારી શરૂ થઈ ચૂકી હતી. જો કે મોરબીમાં પાલિકાની સુસ્ત કામગીરીના કારણે વેપારીઓને મોડી રાત સુધી દુકાન ખુલ્લી રાખવા મંજૂરી મળતી ન હતી. અચાનક પાલિકાને શોપ એન્ડ એસ્ટેબ્લીસ્ટ એક્ટ યાદ આવ્યું હોય તેમ મોડી રાત સુધી દુકાન ખુલી રાખવા માંગતા વેપારીઓની નોંઘણી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ કાલે સાંજે 5 વાગ્યે ટાઉનહોલ ખાતે વેપારીઓ માટે નોંધણી શરૂ કરવામાં આવી હતી. જેમાં શહેરી વિસ્તારના ૨૩૦ જેટલા વેપારીઓએ પોતાના ધંધા-વ્યવસાયની નોંધણી કરાવી હતી. જેને તાત્કાલિક કાર્યકમમાં જ મંજુરી પણ આપી દેવામાં આવી હતી તેમ ઈન્ચાર્જ ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર ગીરીશભાઇ સરૈયા, કાઉન્સિલર કે. પી. ભાગીયા, સુરેશ સિરોહિયા, પાલિકાના અધિકારી આનંદભાઈ દવે, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દુકાનદારોને શોપ એન્ડ એસ્ટેબ્લીસ્ટ એક્ટ 2019ની સમજ આપી હતી.

 

- text