વાંકાનેરમાં હવે પાતળા પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ વાપરવા પર પ્રતિબંધ

- text


વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરિશકુમાર સરૈયાએ આજે પાતળા પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરવા ઉપર પ્રતિબંધ આપતું એક જાહેરનામું બહાર પાડ્યું છે.

વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં શહેરના નાગરિકોના આરોગ્ય અને સુખાકારી તથા તંદુરસ્ત વાતાવરણ મળી રહે તે માટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 અંતર્ગત અને પ્લાસ્ટિક કચરાનું નિયંત્રણ કરવા સરકારના સંપૂર્ણ સ્વચ્છ ભારતના અભિયાનને સાર્થક બનાવવાના હેતુસર વાંકાનેર શહેરમાં જાહેર રસ્તા, રહેણાંક વિસ્તારો, વાણિજ્ય એકમો તથા ખાણીપીણી, ચા-કોફી, કોલ્ડ્રિંક્સ વિગેરેની લારીઓ/ દુકાનો તથા અન્ય એકમો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં નિયત સ્ટાન્ડર્ડ મુજબના ન હોય તેવા હલકી ગુણવત્તાવાળા પાતળા પ્લાસ્ટિક કપ, પાતળી પ્લાસ્ટિક થેલીઓ, પાન મસાલા પેકિંગ, કપ માટે વપરાશમાં લેવામાં આવતા પાતળા પ્લાસ્ટિક જોખમકારક હોય તેમજ હલકી ગુણવત્તાના પાતળા પ્લાસ્ટિક કપ પ્લાસ્ટિકના તમામ પ્રકારના પાઉચ, પાણીના પાઉચ, પ્લાસ્ટિકની થેલીઓ, મસાલાના પ્લાસ્ટિકના પેકિંગનો યોગ્ય નિકાલ ન થવાથી વરસાદી પાણીમાં વહી ને ગટરોની કેપ પેટીઓમાં એકત્રિત થવાને લીધે વરસાદી પાણીનો ભરાવો થાય છે અને ઝડપથી નિકાલ થતો નથી. તેમજ વરસાદી પાણીથી ગટરો પણ ચોકઅપ થાય છે.
જેથી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016માં જણાવેલી જોગવાઈ વિરુદ્ધના પાતળા પ્લાસ્ટિક કપ, પ્લાસ્ટિકના તમામ પ્રકારના પાંઉચ, પ્લાસ્ટિક થેલીઓ, પાન મસાલાના પ્લાસ્ટિકના પેકિંગ ઉત્પાદન સંગ્રહ વાપરવાના તથા વેચાણ પર પ્રતિબંધ કરવામાં આવેલ છે. જે અન્વયે પ્રતિબંધથી 51 માઈક્રોનથી ઓછી જાડાઇવાળા પ્લાસ્ટિક, ખાધ પદાર્થના પેકિંગમાં વપરાતા પેલોથીન તથા મલ્ટિ લેયર પોલીથીન ઉપર તેમજ ચાની પ્લાસ્ટિકની પ્યાલી ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે જેની ખરીદનાર તેમજ વેચનારે આ બાબત ધ્યાનમાં લેવી.

- text

આ જાહેર નોટિસ નું ઉલ્લંઘન કરનાર સામે ધ.ગુજરાત ન.પા. સંદર્ભ ૧૯૬૩ ની કલમ ૧૯૨ હેઠળ તેમજ અન્ય જોગવાઈ હેઠળ પગલાં લેવામાં આવશે અને જરૂર જણાય ત્યાં સીઆરપીસીની કલમ 133 હેઠળ જાહેર ન્યુસન્સ ઉભી કરવા માટે જરૂરી ફોજદારી કાર્યવાહિ માટે વાંકાનેર નગરપાલિકા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

- text