માળિયાની મેઘપર ગામની શાળાનું એચએસસી અને એસએસસીનું ઝળહળતું પરિણામ

- text


માળીયા (મિ.) : મેઘપર ગામે આવેલી શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ધોરણ 10 તથા 12નું ઉચ્ચ પરિણામ જાહેર થતા ગ્રાન્ટેડ શાળાઓમાં પણ શિક્ષણનું ઉચ્ચ સ્તર હોવાનું સાબિત થાય છે.

માળીયા તાલુકાના મેઘપર ગામે આવેલી શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય શાળાનું એસ.એસ.સી માર્ચ 2019નું પરિણામ ૯૭.૭૮ ટકા તથા ધોરણ 12નું માર્ચ 2019નું 97.5 ટકા પરિણામ આવતા ગ્રાન્ટેડ શાળાઓમાં પણ સારું શિક્ષણ મેળવી શકાય છે એ સાબિત થયું છે. ઉલ્લેખનીય છે કે આ શાળામાં તમામ વિદ્યાર્થીઓ પછાત વર્ગમાંથી જ આવે છે. નબળી પરિસ્થિતિ હોવા છતાં અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને શાળાના સહયોગથી એસ.એસ.સી તેમજ એચ.એસ.સીમાં ઉચ્ચ પરિણામ મેળવનારી માળીયા તાલુકાની જ નહીં સમગ્ર મોરબી જિલ્લાની આ એક માત્ર ગ્રાન્ટેડ શાળા છે.

ઉલ્લેખનીય છે કે શાળાના કેમ્પસમાં જ શ્રી નિકેતન કન્યા છાત્રાલય પણ આવેલું છે. જેમાં ગરીબ તેમજ મધ્યમવર્ગની કન્યાઓને મફત રહેવા તથા જમવાની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. મોરબી જિલ્લાની તમામ ગ્રાન્ટેડ શાળાઓમાં આ શાળા વિવિધ પ્રવૃત્તિઓમાં પણ હંમેશા અગ્રેસર રહી છે. નોંધનીય છે કે અન્ય સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ વારંવાર અનેરી સિદ્ધિઓ મેળવી છે.

- text

જો ધોરણ બારના આ વર્ષના પરિણામની વાત કરવામાં આવે તો ધોરણ 12માં ડાંગર તેજલ કરસનભાઈ 97.97 પી.આર, મનીષા ખોડાભાઈ 92.83 પી.આર, છૈયા દીપ્તિ વિક્રમભાઈ 92.56 પી.આર, રાઠોડ સ્નેહા રાણાભાઇ 92.41 પી.આર, ગાજીયા સોનલ પુંજાભાઈ 90.88 પીઆર, નિધિ હેમંતભાઈ 90.54 પીઆર, ડાંગર કિંજલ દેવદાનભાઈ 90.54 પીઆર, વડાલીયા પૂજા હસમુખભાઈ 90.22 પીઆર, જાનવી જગદીશભાઈ 89.88 પીઆર અને ઝંડેસિયા શ્રદ્ધા મનસુખભાઈ 88.45 પી.આર સાથે અનુક્રમે 1 થી 10 નંબરે ઉત્તીર્ણ થયા છે.

જ્યારે ધોરણ 10માં સવડિયા સપના નાથાભાઈ 96.88 પીઆર, મકવાણા આશા રમેશભાઈ 92.42 પીઆર, મંઢ દિશા પ્રભાતભાઈ 91.03 પીઆર, મંઢ કોમલ ધીરજભાઈ 88.63 પીઆર અને રાઠોડ માધવી રાણાભાઇ 88.45 પીઆર સાથે અનુક્રમે એકથી પાંચ નંબરે ઉત્તીર્ણ થયેલ છે.તમામ વિદ્યાર્થીનીઓને શાળાના પ્રિન્સિપાલ તેમજ ટ્રસ્ટીએ ઉચ્ચ પરિણામ મેળવવા બદલ શુભેચ્છા પાઠવી છે.

ધોરણ 9 થી 12માં પ્રવેશ પ્રક્રિયા હાલ શરૂ થઈ છે. પ્રવેશ માટે મોબાઈલ નંબર
9978180222 તથા 9725407271 પર સંપર્ક સાધવા શાળાના આચાર્ય સી.એન ડાંગર તેમજ શાળાના ટ્રસ્ટી નારણભાઈ મંઢની એક યાદીમાં જણાવાયું છે.

- text