પતંજલિ યોગ સમિતિ દ્વારા આયોજિત ત્રિદિવસીય યોગ શિબિર સંપન્ન

- text


મોરબી : પતંજલિ યોગ સમિતિ મોરબી દ્વારા ત્રીદિવસીય યોગ શિબિરનો પહેલી મેથી પ્રારંભ થયો હતો જે ત્રીજી મેના રોજ વિરામ પામી હતી. વહેલી સવારે ૦૫:૩૦ થી ૦૭:૧૫ કલાક સુધી ચાલેલી શિબિરમાં સેંકડો સાધકોએ યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો.

યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજના પતંજલિ યોગ સમિતિ હરિદ્વારના માર્ગદર્શન હેઠળ આયોજિત થયેલી આ શિબિરમાં વસુદેવ કુટુંબકમ ભાવના કેળવવા સાથે માનસિક શાંતિ માટે, યોગ થકી રોગીના ઈલાજ અને સ્વસ્થ લોકો માટે રોગ પ્રતિકારક શક્તિ વર્ધન માટે અભ્યાસ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. રાજકોટ તેમજ સ્થાનિક પંદરેક જેટલા પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ રવાપર કેનાલ ચોકડી પાસે ઓમ પાર્ટી પ્લોટ ખાતે આ નિઃશુલ્ક ત્રિદિવસીય યોગ શિબિરનું સફળ આયોજન થયું હતુ.

તારીખ ૦૩/૦૫/૨૦૧૯ને શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૦૬:૩૦ સુધી હરિદ્વાર આશ્રમેથી પધારેલા સાધ્વીજી દેવઅદિતિજી ઉર્જાથી ભરપૂર વ્યક્તિત્વ વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું. પતંજલિ યોગ સમિતિના પ્રભારી નરશીભાઈ અંદરપા (મો.નં. 98983 20233), ભારત સ્વાભિમાન જિલ્લા પ્રભારી રણછોડભાઈ જીવાણી, મહિલા યોગ સમિતિના પ્રભારી ભારતીબેન રંગપરીયા, કિસાન સેવા સમિતિના પ્રભારી ભુદરભાઈ જગોદણા અને યુવા ભારતના મોરબી જિલ્લાના પ્રભારી સંજયભાઈ રાજપરાએ ત્રિદિવસીય નિઃશુલ્ક યોગ શિબિર માટે જહેમત ઉઠાવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text