મોરબી : બાઇકમાં લિફ્ટ આપીને વૃદ્ધને લૂંટી લેનાર ઝડપાયો

- text


 

મોરબી : મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન ધામ નજીક એક વૃદ્ધને એક શખ્સે બાઇકમાં લિફ્ટ આપીને રૂ 22 હજારની માલમતાની લૂંટ ચલાવ્યાની ઘટનામાં તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબીના પીપળી ગામે આવેલા કાન્તિનગરમાં રહેતા વલમજીભાઈ મોતીભાઈ પનારા ઉ.વ.70 નામના વૃદ્ધે અજાણ્યા મોટર સાયકલ ચાલક સામે રૂ.22 હજારની લૂંટ કર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ વિરાટનગર પાસે કરીયાણાની દુકાન ચલાવે છે.અને તેઓ દુકાને જવા માટે એસટી બસ ચુકી ગયા હોવાથી કોઈ વાહનની રાહ જોતા ત્યાં ઉભા હતા.તે સમયે એક અજાણ્યો બાઇક સવાર શખ્સ ત્યાં આવ્યો હતો અને વૃધ્ધને પૂછપરછ કરીને તેમની વિગતો જાણીને તેમને પોતાના બાઇક પર લિફ્ટ આપવાનું કહ્યું હતું. વૃદ્ધને પોતાના બાઇકમાં તેમની દુકાન સુધી મૂકી જવાનું કહી તેમને બાઇક પાછળ બેસાડી બેલા ગામ નજીક આવેલ ખોખરા હનુમાનજી ધામ નજીક અવાવરું સ્થળે લઈ જઈને વૃદ્ધને છરી બતાવી ધમકી આપી તેમની પાસેથી રોકડા મોબાઈલ મળીને કુલ રૂ.22 હજારની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયો હતો.આ બનાવની ફરિયાદના પગલે મોરબી તાલુકા પોલીસે લૂંટ ચલાવનાર આરોપી જાવીદશા હુસેનશા ફકીર (ઉ.વ. 30) રહે. ઇદગાહ મસ્જિદ, જુના બસ સ્ટેન્ડ પાસે  મોરબી વાળાને ને ઝડપી લઈને તપાસ હાથ ધરી છે.

- text