મોરબીના પાનેલી ગામે રૂ.10.02 કરોડની ખનીજચોરીના પ્રકરણમાં ઉપસરપંચની ધરપકડ

- text


 

કોર્ટે રીમાન્ડ નામંજૂર કરતા પોલીસ સોમવારે ફરીથી સેન્સસ કોર્ટમાં રિમાન્ડની અરજી કરશે

મોરબી : મોરબીના પાનેલી ગામે થોડા સમય પહેલાં ખનિજચોરી કરીને નીકળેલા ડમ્પરે વૃદ્ધનો ભોગ લીધા બાદ ગ્રામજનોના આંદોલનને પગલે ખાણ ખનીજ વિભાગની તપાસમાં ખનિજચોરીનું કૌભાંડ બહાર આવ્યું હતું અને આ ખનિજચોરી કરનાર પાનેલી ગામના ઉપસરપંચ સામે ખાણ ખનીજ વિભાગે ફરિયાદ નોંધાવ્યા બાદ તાલુકા પોલીસે આજે આ આરોપીની ધરપકડ કરી હતી.જોકે કોર્ટે તેના રિમાન્ડ નામંજૂર કરી દેતા પોલીસે આ ખનિજચોરીની ખૂટતી કડીઓ મેળવવા માટે ફરી સોમવારે સેન્સસ કોર્ટમાં રીમાન્ડની અરજી કરશે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ મોરબીના પાનેલી ગામે થોડા સમય પહેલા ગામની સીમમાંથી ખનિજચોરી કરીને માતેંલા સાંઢની માફક નીકળેલા એક ડમ્પરે વૃદ્ધનો ભોગ લીધો હતો.જેના પગલે ઉશ્કેરાયેલા ગ્રામજનોએ ગામની સીમમાં મોટાપાયે ચાલતી ખનિજચોરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આંદોલન કર્યું હતું આથી ખાણ ખનીજ વિભાગે ગામમાં ખનિજચોરી અંગે તપાસ હાથ ધરી હતી.જેમાં મોટાપાયે ખોદકામ કરી મોટી રોયલ્ટીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.અને આ ખનિજચોરી ગામના ઉપસરપંચ રમેશભાઇ શિવાભાઈ આતરેસાએ કરી હોવાનો ભાંડો ફૂટ્યો હતો.આથી ખાણ ખનીજ વિભાગે તેમની સામે રૂ.10.02 કરોડની ખનિજચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે આજે ઉપસરપંચની ધરપકડ કરીને 7 દિવસના રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા.પરંતુ કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા હતા.આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે આવડું મોટું જમીન કૌભાંડ હોવાથી તેમના કેટલાક રાજકીય તેમજ મોટા માથાઓની સંડોવણીની શંકા હોવાથી પડદા પાછળ રહેલા આ માથાઓને બેનકાબ કરવા માટે જંતુરી તપાસ કરવા આરોપીના રિમાન્ડની માંગ સાથેની અરજી સેન્સસ કોર્ટમાં સોમવરે કરવામાં આવશે.

- text