મોરબી જીલ્લાના ૨૨૩ સર્વિસ વોટર પોસ્ટલ બેલેટથી કરશે મતદાન

- text


ચૂંટણી ફરજમાં રોકાયેલા ૪૦૦૦થી વધુ કર્મચારીઓ પણ પોસ્ટલ બેલેટથી મતાધિકારનો ઉપયોગ કરશે

મોરબી : દેશની સરહદ પર ફરજ બજાવતા આર્મી,નેવી તેમજ અન્ય સુરક્ષા એજન્સીના જવાન સહિતના ૨૨૩ જેટલા સર્વિસ વોટર મોરબી જિલ્લામાં છે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને સર્વિસ વોટરની લીસ્ટમાં મુકવામાં આવ્યા છે આ સર્વિસ વોટર પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે. ઉમેદવારોનું લિસ્ટ ફાઇનલ થઈ ગયા બાદ તેઓને પોસ્ટલ બેલેટ મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

ગુજરાતમાં લોકસભા ચૂટણીને હવે ૨૦ દિવસ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. મતદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત છે જીલ્લાના ૫૩૯ બિલ્ડીંગમાં ૯૧૨ જેટલા મતદાન મથકમાં તા ૨૩ના રોજ મતદાન થશે અને આ દરમિયાન એક તરફ પોલીસ કર્મીઓ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ચુસ્ત બંદોબસ્તમાં રહે છે તો બીજી તરફ મતદાન મથકમાં ફરજ બજાવતા પ્રિસાઇડિંગ ઓફિસરથી પટ્ટાવાળા સુધીના કર્મચારીઓ મતદાન કાર્યવાહીમાં વ્યસ્ત રહેતા હોય છે. આ સમયગાળામાં તેઓ મતદાન કરી શકતા નથી જોકે તેઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી ચુંટણી પંચ દ્વારા મતદાન તારીખ પહેલા જ તેમની મતદાન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે.

- text

મોરબીમાં પણ આવા ૪૦૦૦ કરતા પણ વધુ મતદારો છે જે ઈવીએમથી નહી પણ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરશે. તેમના પોસ્ટલ બેલેટ પેપર માટે અરજીની કાર્યવાહી શરુ થઈ ચુકી છે અને આવા તમામ મતદારોની અરજીના આધારે પોસ્ટલ બેલેટ પેપર ફાળવવામાં આવશે અને તેમના મતદાનના દિવસે તેઓ પોતાના ઉમેદવારને મતદાન કરશે.,મોરબી જિલ્લામાં ૯૦૦થી વધુ પોલીસ જવાન જયારે ૩૦૦૦થી વધુ અન્ય કર્મચારીઓ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text