મોરબી : એક દિવસમાં ૯૩ વાહન ચાલકો પાસેથી ૧૭૨૦૦/નો દંડ વસૂલાયો

- text


મોરબી જિલ્લાના વિવિધ ચેકીંગ પોઇન્ટ પર ૪૧૧ વાહનોનું સઘન ચેકીંગ કરાયું

મોરબી : આતંકવાદી ઘટના બાદ ગુજરાતભરમાં સઘન વાહન ચેકીંગ ચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં ઉભા કરાયેલા વિવિધ પોઇન્ટ પરથી પસાર થતા વાહનોની ઘનિષ્ટ ચકાસણી કરીને કુલ ૯૩ કેસો કરીને રૂ. ૧૭૨૦૦/નો દંડ વસુલવામાં આવ્યો હતો.
જેમાં ૧૬ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા, ૩ વાહનો ભયજનક રીતે ચલાવાતા ઝડપી પાડવામાં આવ્યા હતા, ૧ વાહન ટ્રાફિકને અડચણરૂપ થાય એમ રાખતા ડિટેઇન કરવામાં આવ્યું હતું, ૧ વાહન દારૂ પીને ચલાવતા ઝડપાયું હતું, ૧ વાહન ચાલક ગેરકાયદે હથિયાર સાથે રાખી વાહન ચલાવતા ઝડપાયો હતો જ્યારે ૪ વાહનો ગેરકાયદે દારૂની હેરાફેરીમાં ઝડપાઇ ગયા હતા.
આમ કુલ મળીને ૪૧૧ નાના મોટા, પેસેન્જર, ખાનગી તેમજ માલવાહક વાહનો ચેક કરાતા આમાંના ૯૩ વાહન ચાલકો પર કેસ કરવામાં આવ્યા હતા અને કુલ રૂ. ૧૭૨૦૦/નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

પ્રતીકાત્મક ફોટો

 

- text