મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદેદારોની વરણી

- text


તાજેતરમાં યોજાયેલી મીટીંગમાં પડતર પ્રશ્ને સરકાર સામે 21મી થી 15 ફ્રેબ્રુઆરી સુધી તબક્કાવાર લડત ચલાવવાનું એલાન કરાયું

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ ની મિટિંગ મોરબી જિલ્લા પંચાયત સભાખંડમા આજે યોજાઈ હતી. જેમાં જુદા જુદા સંવર્ગ ના આશરે ૩૫૦ જેટલા આરોગ્ય કર્મી ભાઈઓ તથા બહેનો એ હાજરી આપેલ હતી.

આ મીટીંગમાં મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ ના જુદા જુદા હોદ્દાઓ ની વરણી કરવા જેમાંપ્રમુખ તરીકે:શ્રી સુરેશભાઈ બોપલીયા
ઉપપ્રમુખ તરીકે: શ્રી ટોફીકભાઈ બેલીમ.મહામંત્રી તરીકે: શ્રીમતિ સરસ્વતીબેન મિયાત્રાખજાનચી તરીકે: શ્રી રાજુભાઈ સેતા
સંગઠન મંત્રી તથા મીડિયા કન્વીનર તરીકે: શ્રી દિલીપભાઈ દલસાણીયાની વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ના મહામંત્રી શ્રી વી.પી. જાડેજા તથા સથી મિત્રો એ ખાસ હાજરી આપી હતી, અને અગાઉ નક્કી કરેલ આંદોલન ના કાર્યક્રમ ની વિસ્તૃત માહિતી આપી હતી અને આરોગ્ય કર્મી નું આંદોલન ગાંધી ચીંધ્યા માર્ગે એક દમ શાંતિ પૂર્ણ વ્યવસ્થિત થાય તેવી ખાસ તકેદારી રાખવા સૂચવ્યું હતું.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા પોતાના વર્ષો જુના પડતર પ્રશ્નો નું નિરાકરણ લાવવા સરકાર શ્રી ને તારીખ ૨૦/૧૨/૧૮ ના રોજ આવેદન પત્ર પાઠવવા માં આવેલ હતું તેમજ રાજ્ય ના તમામ સંવર્ગ ના આરોગ્ય કર્મચારીઓ દ્વારા આંદોલન ની નોટિસ પણ આપવા માં આવેલ હતી. જેની હજુ સુધી કોઈ પણ પ્રકારની નોંધ સરકાર શ્રી દ્વારા લેવા માં આવેલ નથી જેથી ગુજરાત રાજ્ય ના તમામ સંવર્ગ ના આરોગ્ય કર્મચારીઓ પોતાનો રોસ ઠાલવવા આવતી કાલ થી વિવિધ પ્રકાર ના આંદોલન ના કાર્યક્રમો આપશે જેમાં તા. ૨૧ થી તા. ૨૫સુધી તમામ આરોગ્ય કર્મચારી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. અનેતા. ૨૮ના રોજ આરોગ્ય કર્મચારી પોતાની ફરજ બજાવશે પણ કોઈ પણ પ્રકાર નું તાલુકા,જિલ્લા, રાજ્ય કક્ષા એ રિપોર્ટિંગ નહિ કરે. અને તા.6 ફ્રેબ્રુઆરીના રોજ માસ સી.એલ. મૂકી જિલ્લા મથકે રામધૂન,સફાઈ કામગીરી અને દેખાવો કરશે.તેમજ તા. ૧૫ ફ્રેબ્રુઆરીથી અચોક્કસ મુદ્દત ની હડતાળ પર ઉતરશે તેવી જાહેરાત કરી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text