મોરબીમાં કારના નામે ચીંટિંગ કરનારા પાસેથી બે કાર જપ્ત

- text


તપન મોટર્સ નામની પેઢીના માલીક તથા કાર બ્રોકરની રીમાન્ડ દરમિયાન ઓળવી લીધેલી બે કાર કબજે કરતી મોરબી એસ.ઓ.જી.ટીમ

મોરબી : મોરબીમાં નવી જૂની કારના નામે ચિટિંગ કરનાર બે ચીટર પાસેથી એસઓજી ટીમે રૂપિયા સાત લાખની કિંમતની બે કાર જપ્ત કરવામાં સફળતા મેળવી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૧૩૩/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૧૧૪
મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ છે. આ કામે ફરિયાદી તથા સાહેદો સાથે વચન આપી વિશ્વાસઘાત કરી કુલ રૂપીયા ૨૭,૩૦,૩૬૪ ની છેતરપીડી કરનાર આરોપી નં.(૧) પ્રદિપભાઇ શાંતિલાલ ભટ્ટ, ઉ.વ.૫૮ રહે.સાંકડી
શેરી,ગ્રીન ચોક, રૂપલ ચશ્મા ઘરની સામે, મોરબી અને (ર)જય મુકેશભાઇ સેજપાલ, ઉવ.૨૨ રહે.જીવાપરા
શેરી, એસ.બી.આઇ.બેન્કની પાછળ,ટંકારા હાલ રહે.માધાપર ચોકડી, ગાયત્રીધામ સોસાયટી, રાજકોટ વાળાઓની ધરપકડ કરી પોલીસ રીમાન્ડ મેળવી પોલીસ રીમાન્ડ દરમિયાન આરોપીઓની સઘન પુછપરછ કરી આ કામના ફરિયાદીની વેગનઆર કાર નંબર GJ-01-KJ-7564 કી.રૂ.૨,૦૦,૦૦૦/-તથા સાહેદની XUV 500 કાર નં.GJ-3-EL
4914 કી.રૂ.૫,૦૦,૦૦૦/-કબજે કરી કુલ રૂ.૭,૦૦,૦૦૦/-નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે.અને આરોપીઓની પોલીસ રીમાન્ડ ચાલુ હોય હજુ પણ વધુ મુદામાલ રીકવર કરવા કાર્યવાહી ચાલુ છે.

- text

આ કામગીરી મોરબી એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. અનિલભાઇ ભટ્ટ, પો.હેડ કોન્સ.શંકરભાઇ ડોડીયા, કિશોરભાઇ મકવાણા, પ્રવિણસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા તથા પો.કોન્સ.ભરતભાઇ જીલરીયા તથા વિજયભાઇ ખીમાણીયા વિગેરે મદદમાં રહેલ હતા.

- text