મોરબીના માણેકવાડા ગામેથી યુવતી ગુમ

- text


મોરબી: મોરબીના માણેકવાડા ગામે રહેતી પ્રિયાબેન મનસુખભાઇ ગોધવીયા (ઉ.વ.23) નામની યુવતી ગત તા.17ના રોજ પોતાના ઘરે થી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ તેન પરિવારજનોએ શોધખોળ કરી હતી.પરંતુ આજ દિન સુધી તેણી નો કોઈ પતો ન લાગતા આજે તેના પિતા મનસુખભાઇ વાઘજીભાઈ ગોધવીયાએ પોતાની પુત્રી ગુમ થયાની તાલુકા પોલીસ મથકે નોંધ કરાવતા પોલીસે યુવતીની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.

- text