બ્રાહ્મણ હવે ગરીબ શબ્દ કાઢે !

- text


મોરબી સમસ્ત બ્રહ્મસમાજનું અધિવેશન યોજાયું : ભાજપ પ્રવકતા ભરત પંડ્યાની વિશેષ ઉપસ્થિતિ

મોરબી : સત્યનારાયણ ભગવાનની કથામાંથી પ્રચલિત બનેલ એક દરિદ્ર બ્રાહ્મણ હતો શબ્દને હવે પછીની પેઢી દૂર કરે તેવી માર્મિક ટકોર ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ મોરબી ખાતે યોજાયેલ સમસ્ત બ્રહ્મ સમાજના અધિવેશનમાં કરી હતી.

મોરબી પરશુરામ ધામ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું અધિવેશન યોજાયું હતું જેમાં મોરબી જીલ્લાના પરશુરામ યુવા ગ્રુપના આગેવાનો , સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના હોદ્દેદારો હાજર રહ્યા હતાં, આ તકે ઉપસ્થિત રહેલા ભાજપ પ્રવકતા ભરતભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે બ્રાહ્મણો ધરતી પર નું ઘરેણું છે અને હવે પછીની પેઢી ગરીબ શબ્દ કાઢે એ અત્યંત જરૂરી છે.

આ સાથે જ ભરત પંડ્યાએ દેશભક્તિ સાથે સમજ શક્તિ અને કુટુંબ માટે કમાવવું પણ અત્યંત જરૂરી હોવાનું જણાવી ભવિષ્ય માટે માર્ક જુબેર , રામદેવ બાબા જેવા દાખલા આપ્યા હતા.

- text

બાદ માં તેઓએન કવિ દાદની કાવ્યપંક્તિને શબ્દોમાં કંડારી ભગવાન શિવની ચાર મુદ્રાનું વર્ણન કર્યું હતું જેમાં તમામના વાહનોમાંથી પણ પ્રેરણા લેવાનું જણાવ્યું હતું તેમજ બ્રાહ્મણો ફક્ત બ્રહ્મસમાજનું જ નેતૃત્વ નથી કરતા પણ તમામ સમાજનું નેતૃત્વ
કરે છે એવું જણાવી ભગવાન શિવના તાંડવ નૃત્યમાંથી પ્રેરણા લેવા માટે પણ બ્રહ્મસમાજ ના હાજર તમામ પરિવારોને જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ ટ્રસ્ટી ભુપતભાઇ પંડ્યા, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ પ્રમુખ એ.પી.મહેતા, મોરબી જિલ્લા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ પ્રમુખ બળવતભાઈ પંડયા, મહામંત્રી નરેન્દ્રભાઈ જોશી (નરૂમામા), સમસ્ત બ્રહ્મસમાજ ઉપપ્રમુખ ચિંતન ભટ્ટ, બીપીનભાઈ વ્યાસ, વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજ મહામંત્રી તેજસ જાની, પરશુરામ યુવા પાંખ બ્રહ્મસમાજના મુકેશભાઈ જાની, ધર્મેન્દ્ર જોશી સહિતના હાજર રહ્યા હતા અને પરશુરામ ધામખાતે ભગવાન શ્રી પરશુરામદાદાની આરતી કરી મહાપ્રસાદ લીધો હતો.

- text