મોરબીના જાંબુડિયા પાસે બે શખ્સોનો યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો

- text


યુવાનને કોન્ટ્રાકટ મળ્યો હોવાનો ખાર રાખીને હુમલો કરાયો હોવાની ફરિયાદ

મોરબી : મોરબીના જાંબુડિયા ગામ પાસે બાઈક પર જતાં યુવાનને આંતરીને બે શખ્સોએ યુવાન પર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. કોન્ટ્રાકટ મળ્યો હોવાનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા રાણાભાઈ રૂડાભાઈ સરૈયાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ જાંબુડિયા ગામના પુલ પર બાઈક લઈને જતા હતા. ત્યારે વિનુભાઈ ટોળીયા અને હર્ષદભાઈ રબારીએ ત્યાં કાર લઈને ધસી આવીને તેઓ પર લોખંડના પાઇપ વડે હુમલો કરતા તેઓના બન્ને પગે તેમજ હાથ પર ફેક્ચર થયું હતું. આ બન્ને શખ્સોને ડામર વેસ્ટ ઉપાડવાનો કોન્ટ્રાકટ ન મળતા તેનો ખાર રાખીને આ હુમલો કર્યો હતો.

યુવાનની ફરિયાદના આધારે તાલુકા પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text