મોરબીમાં અર્વાચીન રાસોત્સવ આયોજનની વ્યવસ્થા ચકાસતા જિલ્લા પોલીસવડા

- text


શહેરના સામાકાંઠા વિસ્તાર, રવાપર રોડ, કંડલા બાયપાસ રોડ સહિતના તમામ આયોજન સ્થળે સુરક્ષા વ્યવસ્થા નિહાળી

મોરબી : આજથી નવરાત્રીનો પ્રારંભ થી રહ્યો છે ત્યરે મોરબી જિલ્લા પોલીસવડા, નાયબ જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ કાફલાએ તમામ અર્વાચીન રાસોત્સવ સ્થળોની સાઈટ વિઝીટ કરી વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ આજથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થી રહ્યો છે ત્યારે જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા, ડીવાયએસપી બન્નો જોશી,એલસીબી ઈન્ચાર્જ પીઆઈ આર ટી વ્યાસ, પીઆઈ આર જે ચૌધરી, તાલુકા પીએસઆઇ એસ એ ગોહીલ, બી ડિવીઝન પીએસઆઇ એ બી જાડેજા, મહીલા પીએસઆઈ એ એમ રાવલ, ટ્રાફીક પીએસઆઈ પી આર વાઘેલા સહીત 30થી વધુ પોલીસ જવાનો દ્વારા શહેરભરમાં જ્યાં જ્યાં અર્વાચીન રાસોત્સવના આયોજન થાય છે ત્યાં-ત્યાં સ્થળ વિઝિટ કરી હતી અને આયોજકોને સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વની ટિપ્સ આપી હતી.

- text