હળવદમાં નવરાત્રીના નવ દિવસના જાહેર રજાના નિયમનો ખાનગી શાળાઓએ કર્યો ઉલાળીયો

- text


શહેરની તમામ ખાનગી શાળાઓ રાબેતા મુજબ ચાલુ જાવા મળી

હળવદ : રાજય સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન જાહેર રજાઓ આપવાનો પરિપત્ર બહાર આવ્યો હતો પરંતુ આ નિયમ ખાનગી શાળાઓને ન લાગુ પડતો હોય તેમ હળવદમાં તમામ ખાનગી શાળાઓ આજે નવરાત્રીના પ્રથમ દિવસે પણ રાબેતા મુજબ ચાલુ જોવા મળી હતી.
નવરાત્રી દરમિયાન સરકારી તેમજ ખાનગી શાળાઓમાં જાહેર રજાઓ રાખવાનો રાજય સરકાર દ્વારા હુકમ કરાયો છે ત્યારે હળવદની તમામ સરકારી શાળાઓમાં ગઈકાલથી જ રજાઓ આપી દેવામાં આવી હતી. પરંતુ આ નિયમ ખાનગી શાળાઓને લાગુ ન પડતો હોય તેમ શહેરની તમામ ખાનગી શાળાઓ આજે રાબેતા મુજબ ચાલુ જાવા મળી હતી. તો શું શિક્ષણ વિભાગ દ્વારા આવી સ્કુલો પર કોઈ કાર્યવાહી કરાશે ખરી ?
આ અંગે તાલુકા શિક્ષણ અધિકારી વોરાને પુછતા તેઓ જણાવેલ કે, તમામ ખાનગી સ્કુલોને સરકારી શ્રીના નિયમનો જીઆર મોકલી અપાયો છે. સાથે જ ગઈકાલે અમારી ટીમ દ્વારા દરેક ખાનગી સ્કુલોમાં ચેકીંગ પણ હાથ ધરાશે તેમજ ખાનગી શાળાઓ ચાલુ જણાઈ આવશે તો સરકારીશ્રીના નિયમ મુજબ કડક હાથે કાર્યવાહી કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજય સરકારીશ્રીના ફી નિયમના કાયદાને પણ ખાનગી શાળાના સંચાલકો ઘોળીને પી ગયા તા’ તો શું આ નિયમનું પાલન કરશે ખરા ?

- text

- text