મોરબી હાઇવે પર પતિની નજર સામે પત્નીનું મોત

- text


રાજકોટના દંપતીને રોંગ સાઈડમાંથી આવેલા મેટાડોરે હડફેટ લેતા કરુણાન્તિકા સર્જાઈ

મોરબી : રાજકોટ – મોરબી હાઇવે પર અજંતા ક્લોક કારખાનેથી આગળ રોંગ સાઈડમાં ઘુસેલા મેટાડોર ચાલકે એક્ટિવાને હડફેટ લેતા પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજ્યું હતું અને આ ઘટનામાં પતિ તેમજ નાના બે બાળકોને ઇજાઓ પહોંચી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે સવારના સમયે જેનુલશા ઇસ્માઇલશા શાહમદાર જાતે ફકીર ઉ.વ. ૩૭ ધંધો મજુરી રહે. હાલ રાજકોટ ભગવતીપરા જયનંદન સોસાયટી તા.જી. રાજકોટ વાળા પોતાનું નવુનકોર એક્ટિવા લઈને જતા હતા ત્યારે ટાટા ૪૦૭ મેટાડોર રજી નંબર- GJ-03-Y-6606 ના ચાલકે રોંગસાઈડમાંથી ધસી આવી એક્ટિવાને હડફેટ લઈ અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં જેનુલશાભાઈને ડાબા હાથમા તથા ડાબા પગમા ફેકચર જેવી તથા ડાબા પડખામા મુંઢ ઇજા કરી તથા તેમની દિકરી કાયનાતને ડાબા પગમા ફેકચર કરી અને દિકરા મોયુદીન ઉર્ફે ફેઝલને જમણી આંખના ભાગે છોલાણ તથા મુંઢ ઇજાઓ થઈ હતી જ્યારે તેમના પત્ની રેશ્માબેને માથાના ભાગે ગંભીર ઇજા થતા મોત નીપજતા આ મામલે ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

- text