મોરબીમાં પાણીપુરી વાળાને ત્યાં ચેકીંગ : તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર મળ્યો

- text


પાલિકા દ્વારા વિસપરા વિસ્તારમાં ૩૦ જેટલા પાણીપુરી વાળાઓને ત્યાં સઘન ચેકીંગ હાથ ધરાયુ

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા આજે પાણીપૂરી વાળાંને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક પાણીપુરીવાળાના તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર મળી આવ્યો હતો. આ ઉપરાંત અનેક પાણીપુરી વાળા બરેલું તેલનો વપરાશ કરતા હોવાનું ખુલ્યું હતું.

મોરબી નગરપાલિકાએ પાણીપુરીની લારી વાળાઓને સ્વચ્છતા રાખવાની સાથે આરોગ્યપ્રદ કાચો માલ વાપરવીની સલાહ આપ્યાને બે દિવસ બાદ આજથી ચેકીંગ હાથ ધર્યું છે. ચેકીંગના પ્રથમ દિવસે જ પાણીપુરીની લારી વાળાઓ દ્વારા થતા આરોગ્ય સાથેના ચેડાં બહાર આવ્યા હતા. પાલિકાની ટીમે વિસીપરાના ૬ વિસ્તારોમાં ૩૦ પાણીપુરી વાળાઓને ત્યાં સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.

- text

ચેકીંગ દરમિયાન એક પાણીપુરીવાળાને ત્યાંથી તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર મળી આવ્યો હતો. આ ઉપરાંત અનેક પાણીપુરો વાળાને ત્યાંથી બરેલું તેલ મળ્યું હતું. આ સાથે સ્વચ્છતા રાખવામાં ન આવતી હોવાનું સામે આવ્યું હતું. હાલ પાલિકા દ્વારા ચેકીંગની કાર્યવાહી ચાલુ જ છે. આ કામગીરીમાં પાલિકાના હમીરભાઈ ગોગરા અને નરેન્દ્રસિંહ સહિતની ટીમ રોકાયા છે.

- text