રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ મોરબી સિવિલની વિઝીટથી તંત્રમાં દોડાદોડી

- text


હું આવું ત્યારે જ નહીં સિવિલની કાયમી આવી જ સ્વચ્છ રાખજો : આરોગ્યમંત્રીની માર્મિક ટકોર

મોરબી : આજે રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ મોરબી સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ સફાઈ મામલે માર્મિક ટકોર કરવાની સાથે સાથે મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના મહેકમ મામલે જિલ્લા પંચાયત પાસેથી ચિતાર મેળવ્યો હતો. જો કે આરોગ્યમંત્રીની સરપ્રાઈઝ વિઝીટને પગલે સિવિલ સતાવાળાઓમાં દોડધામ મચી ગઇ હતી.

મોરબી જિલ્લાના કથળેલા આરોગ્યતંત્રની ભાળ મેળવવા આજે ખુદ આરોગ્યમંત્રી કુમાર કાનાણી દોડી આવ્યા હતા અને મોરબીની સિવિલ હોસ્પિટલની દુર્દશા પ્રત્યક્ષ નિહાળી હું આવું ત્યારે જ નહીં સિવિલની કાયમી આવી જ સ્વચ્છ રાખજો એવી આરોગ્યમંત્રીની માર્મિક ટકોર પણ સિવિલ સતાવાળાઓને કરી હતી.

- text

રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી આજે મોરબી જિલ્લાની મુલાકાત લઈ જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગના મહેકમની જાણકારી મેળવવાની સાથે સાથે જિલ્લાના આરોગ્ય પેટા કેન્દ્રોનો ચિતાર મેળવ્યો હતો બાદમાં તેઓએ મોરબીની સિવિલ હોસ્પિટલની વિઝીટ કરી જુદા જુદા વિભાગો અંગે જાણકારી મેળવી હતી. આ અચાનક મુલાકાતથી હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. મંત્રીની મુલાકાત દરમ્યાન પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જિલ્લા કલેક્ટર માકડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text