હાર્દિક પટેલની ઉપસ્થિતમાં મોરબીમાં પાટીદાર શહીદ યાત્રાનું આગમન

- text


મોરબી : પાટીદાર અનામત આંદોલન સમિતિ આયોજિત પાટીદાર શહીદ યાત્રા મોડી રાત્રે મોરબી શહેરમાં પ્રવેશી હતી. આ શહીદ યાત્રાદરમિયાન મોરબીમાં પાટીદાર યુવાનોએ શહીદ યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. યાત્રા દરમિયાન પાસના સુપ્રીમો હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહી પાસ કાર્યકરોનો જુસ્સો વધાર્યો હતો.

- text

આજે મંગળવારે હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામ ખાતેથી સવારે ૮ વાગ્યે પાટીદાર શહીદ યાત્રા શરૂ થઇ હતી. જે ટીકર, ઘાટીલા, વજેપર, ખાખરેચી, અણિયારી ચોકડી, જેતપર, જસમતગઢ, રંગપર-બેલા, પીપળી, મહેન્દ્રનગર, મોરબી-૨ અને બાદમાં મોરબી શહેરમાં મોડી રાત્રે આવી પોહચી હતી. જેમા મોરબીમાં પાટીદાર શહીદ યાત્રાનું આગમન થયા બાદ મોડી સાંજે આ યાત્રા  શહેરના વીસી ફાટક, રેલવે સ્ટેશન, નવલખી રોડ, વાવડી ચોકડી, પંચાસર રોડ, રાજપર કેનાલ રોડ, અવધ સોસાયટી, ચિત્રકૂટ સોસાયટી અને જીઆઇડીસી નાકે થઈને સરદાર પટેલની પ્રતિમા, બાપાસિતારામ ચોક સહિતના વિસ્તારોમાં ફરી હતી આ શહીદ યાત્રા દરમિયાન પાસ કન્વીનર  હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહી પાસ કાર્યકરોનો જુસ્સો વધાર્યો હતો. અને આ શહીદ યાત્રા પૂર્ણ થયા બાદ શનાળા બાયપાસ  આવેલ પાટીદાર હોલ ખાતે હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં મોરબી પાસ આગેવાનોની મિટીંગ યોજાઈ હતી.

- text