મોરબીમાં નેપાળી પરિવારનું ગુમ થયેલ બાળકને પોલીસે શોધી પરિવારને સોંપ્યું

- text


બાળક રમતા રમતા ભૂલથી બીજી શેરીમાં ચાલ્યું ગયું : બાળક મળતા પરિવારે રાહતનો શ્વાસ લીધો

મોરબી : મોરબી નજીક અવની ચોકડી પાસે રહેતા નેપાળી પરિવારનું ૮ વર્ષનું બાળક આજે રમતા રમતા થયું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે શોધખોળ આદરી હતી. બાદમાં તે જ વિસ્તારમાંથી બાળક મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

આજે સવારે દસ વાગ્યાના સુમારે અવની ચોકડી પાસે રહેતા નેપાળી પરિવારનો ૮ વર્ષીય બાળક રમતાં રમતાં ગુમ થઈ ગયું હતું. પરિવારને બાળક ન મળતા ચિંતાતુર બન્યો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ત્વરિત બાળકની શોધખોળ આદરી હતી. બાદમાં બાળક તે જ વિસ્તારમાં બાજુની શેરીમાંથી મળી આવ્યું હતું. બાળક રમતા રમતા પોતાની શેરી ભુલી જતાં ગુમ થયું હોવાનું બહાર આવ્યું હતું. અંતે બાળક હેમખેમ મળી જતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

- text

- text