હળવદમાં કોંગ્રેસ દ્વારા હાઇવે પર ચક્કાજામ : ૪૦ની અટકાયત

- text


પ્રદેશ કોંગ્રેસના જેલભરો આંદોલનને પગલે ખેડૂતોના પ્રશ્ને ભાજપ સરકાર વિરૂધ્ધ સુત્રોચાર સાથે મોંઘવારીના પૂતળાનું દહન

હળવદ : હળવદમાં આજે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્ને રોડ પર શાકભાજી ઢોળીને માળીયા -હળવદ હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સાથે મોંઘવારીના પૂતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું. જો કે અગાઉથી જ પોલોસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. બાદમાં ૪૦ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને રાજ્યવ્યાપી આંદોલનનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં આજ રોજ દરેક તાલુકા અને જિલ્લા મથકોએ જેલભરો આંદોલન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત હળવદની સરા ચોકડીએ હળવદ – ધ્રાંગધ્રા મત વિસ્તારના કોંગી ધારાસભ્ય સહિત કોંગી કાર્યકરોએ મોંઘવારીના પુતળાનું દહન કર્યું હતું. ઉપરાંત રોડ પર ચક્કાજામ કરીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

- text

સરા ચોકડી અને ત્રણ રસ્તા પર કોંગ્રેસ દ્વારા રોડ પર શાકભાજી ફેંકી સરકારની નીતિ સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. હળવદ-માળીયા હાઇવે પર ચક્કાજામ કરાતા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. જો કે આ વિરોધ પ્રદર્શનમાં અગાઉથી જ પોલીસનો કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો. બાદમાં હળવદ પોલીસે ધારાસભ્ય સહિત ૪૦ કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત કરી હતી.

- text