મોરબી : રોડ બનાવવાના કામમાં નડતરરૂપ દબાણો હટાવવા રહીશોની માંગ

- text


અધિકારીની દેખરેખ વગર થતા રોડ કામમાં નીચી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવતું હોવાનો આક્ષેપ

મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલ ચામુંડાનગરના રહીશોએ રોડ પરના દબાણ દૂર કરવા અને રોડની કામગીરીનું યોગ્ય ચેકીંગ કરવા બાબતે કલેક્ટરને રજુઆત કરી હતી.

ચામુંડાનગરના રહીશોએ કલેક્ટર =ને રજુઆતમાં જણાવ્યું હતું કે સો ઓરડી વિસ્તાર પાછળ આવેલા ચામુંડા નગરમા હાલ નવા રોડ બનાવની કામગીરી શરુ કરવામાં આવી છે. પરંતુ રોડ પર બનાવવામાં આવેલ નડતરરૂપ બાંધકામના કારણે રોડની પહોળાઈ ૩૦ ફૂટથી ઘટી ગઈ છે. ખાસ કરીને આ વિસ્તારમાં રોડ પર શૌચાલય અને પાણીની કુંડીઓ જેવા દબાણો મુકવામાં આવ્યા છે. ત્યારે નવો રોડ બનાવતા પેહલા રોડ પરના તમામ દબાણો દૂર કરવાની માંગણી કરવામાં આવી છે. તેમેજ રોડના કામમાં ચામુંડાનગરની અમુક શેરીઓને બાકાત રાખી દેવામાં આવી છે. તો આ બાકી શેરીઓમાં પણ નવો રોડ બનાવવાની માંગણી કરી છે.

- text

વધુમાં રહીશોએ જણાવ્યું કે રોડનું કામ પર કોઈ અધિકારીની દેખરેખ ન હોવાથી આડેધડ થઈ રહ્યું છે. ઉપરાંત રોડમાં વપરાયેલ મટીરીયલ નીચી ગુણવત્તા વાળું છે. જે અંગે યોગ્ય તપાસ કરાવીને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

- text