મોરબીમાં પિસ્તોલ સાથે બે શખ્સો ઝડપાયા

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પરથી એ ડિવિઝન પોલીસે સુરેન્દ્રનગરના બે શખ્સો ને પિસ્તોલ અને જીવતા કાર્ટિસ સાથે ઝડપી ને ધોરણરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર એ-ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલીગમાં હતી ત્યારે એક શકાસપદ હાલતમાં એક્ટિવા પસાર થતા તેને ચેક કરતા તેમાંથી એક પિસ્તોલ કિંમત રૂપિયા ૪૦ હજાર, ચાર કાર્ટિસ કિંમત રૂપિયા ૪૦૦ , મોબાઈલ કિંમત રૂપિયા ૧૦ હજાર , મોટર સાયકલ કિંમત રૂપિયા ૩૦ હજાર આમ કુલ રૂપિયા ૮૦,૪૦૦ ના મુદમાલ સાથે એક્ટિવા પર સવાર દિવ્યરાજસિંહ ભૂપતસિંહ રાણા અને ઋતુરાજસિંહ ગિરિરાજસિંહ ઝાલા બંનેને પણ ઝડપી લીધા હતા

- text

વધુમાં મળતી વિગત મુજબ હથિયાર સાથે ઝડપાયેલા બને આરોપી સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે અહીં તેઓ માતાજીના દર્શન માટે મોરબી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text