મોરબીના વિદ્યાર્થીઓને ફાયરસેફટીથી અવગત કરાવવા મોકડ્રિલ યોજાઈ

- text


ઉમા વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે નવતર પ્રયોગ

મોરબી : મોરબીના ઉમા વિદ્યાલય દ્વારા પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના માનસમાંથી ટેન્સનનો માહોલ દૂર કરી વિદ્યાર્થીઓ ટેન્સન મુક્ત થઈ હળવા બને તે માટે એક ફાયરસેફ્ટી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

દરેક વાલીનો એ પ્રકારનો આગ્રહ હોય છે કે પોતાનું બાળક દરેક આફતિઓનો સામનો કરી શકે તે પ્રકારનું સક્ષમ બનાવવું છે પણ આ આફતિઓ સામે રક્ષણ મેળવવાના સાધનોનો ઉપયોગ વિષેની ટ્રેનીંગ મળે ક્યાથી આ પ્રશ્ન દરેક વાલીઓ સતાવતો હોય છે પણ મોરબીની સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશિપમાં આવેલી ઉમા વિદ્યા સંકૂલના ટ્રસ્ટીગણનો એ પ્રકારનો આગ્રહ કે બાળકનો કોઈ પણ ભોગે સમગ્ર રીતે વિકાસ થવો જોઈએ તે માટે આચાર્ય ના માર્ગદર્શન હેઠળ શિક્ષકોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી માટેની બોટલ તોડી આગ કઈ રીતે બુજાવી આપણું રક્ષણ કરી શકીએ તે માટેની મોક ડ્રીલ ટ્રેનીંગ વિદ્યાર્થીનીઓના હસ્તે આપી હતી. આ ટ્રેનીંગ કુલ ૧૫૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ મેળવી હતી. વિદ્યાર્થી જીવનની આ પ્રથમ મોકડ્રીલ ટ્રેનીંગથી વિદ્યાર્થીઓમાં ખાસ આનંદ અને ઉતાસહ જોવા મળ્યો હતો.

- text

આ પ્રકારની મોકડ્રીલ ટ્રેનીંગ દરેક શાળામાં કરવામાં આવે તો આપતીઓ સામે બાળકો સ્વબચાવ કરી શકે તથા આગ બુજાવવા માટેના સાધનો અને તેમની યોગ્ય પધ્ધતિને આપણે સમાજના એક એક વ્યક્તિ સુધી પહોંચાડી સમાજને સંદેશો આપવાની નેમ ઉમા વિદ્યાલયના આચાર્યએ વ્યકત કરી હતી.

- text