મોરબીમાં વીરદાદા જશરાજ સેના દ્વારા વિનામૂલ્યે ઓર્થોપેડીક નિદાન કેમ્પ યોજાયો

- text


૩ કલાક ચાલેલ કેમ્પ મા કુલ ૯૦ દર્દીઓ એ લાભ લીધો

મોરબી :રવિવારના રોજ શહેરના જલારામ પ્રાર્થના મંદીર ખાતે સવારે ૧૦ થી ૧ દરમિયાન વિનામૂલ્યે ઓર્થોપેડીક નિદાન કેમ્પ યોજાયો હતો ૩ કલાક ચાલેલા આ કેમ્પમા કુલ ૯૦ દર્દીઓએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં મોરબી મધુરમ ઓર્થોપેડીક હોસ્પીટલ વાળા ડો. ભાવિક ભાઈ શેરશીયા ( પટેલ) એ વિનામૂલ્યે સેવા પ્રદાન કરી હતી હાડકાને લગતી તમામ પ્રકાર ની તકલીફોનુ સચોટ નિદાન તેમજ માર્ગદર્શન આપવા મા આવ્યુ હતુ.

- text

આ તકે મોરબી લોહાણા મહાજન ના મંત્રી નરેન્દ્ર ભાઈ રાચ્છ, કાજલબેન ચંડીભમર, જલારામ સેવા મંડળના ભાવિનભાઈ ઘેલાણી ( કાઉન્સીલર- મોરબી નગર પાલીકા), ડો. અમિતભાઈ ઘેલાણી, તેમજ વિરદાદા જશરાજ સેના- મોરબી ના વિશાલ ગણાત્રા, ચિરાગ વોરા, એડવોકેટ પ્રકાશ રાચ્છ, કૌશિક કટારીયા, મિલન કક્કડ, નિર્મિત કક્કડ, વિમલ કુંવારીયા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

- text