મોરબી : નવયુગ એજ્યુકેશન ગ્રુપનો રમતોત્સવ યોજાયો

- text


જુદી-જુદી ૧૫ જેટલી રમતોનું આયોજન કરાયું : ૬૭૪ થી વધુ વિદ્યાર્થીનીઓએ લાભ લીધો

મોરબી : મોરબી નવયુગ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આજે ભવ્ય રામતોત્સવનું આયોજન કરાયું હતું એ રમતોત્સવમાં ૬૭૪ જેટલી વિદ્યાર્થીનીઓએ અલગ-અલગ ૧૫ રમતોમાં ભાગ લઈ રમતોત્સવનો આનંદ માણ્યો હતો.

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ કોલેજનું ગ્રાઉન્ડ આજે વિદ્યાર્થીઓની અવાજ અને કોઈને જીતાડવા માટેની ચીસો, ઉત્સાહ પ્રેરક ગીતો વગેરેથી ગુંજી ઉઠ્યું હતું. જેમાં વિધિવત રીતે નવયુગની પરંપરા મુજબ પ્રમુખ પી ડી.કાંજીયાના હસ્તે રીબીન કટિંગ તથા મસાલા રેલી કરી રમતોત્સવને લીલી જંડી આપી હતી. ત્યારબાદ ૧૫ જેટલી અલગ અલગ રમતો કોલેજની વિદ્યાર્થીનીઓને રમાડવામાં આવી હતી.

- text

આ રમતોત્સવનું ભવ્ય આયોજન પાછળ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સ્પોર્ટ્સ ટીચર શૈલેષભાઈ પરમાર અને અન્ય શિક્ષકોએ જાહેમત ઉઠાવી હતી. રમતોત્સવમાં નવયુગ સાયન્સ કોલેજ, લો કોલેજ, બી.એડ. કોલેજ થઈને ૬૭૪ થી પણ વધુ વિદ્યાર્થીનીઓએ આ રમતોત્સવમાં ભાગ લિધો હતો.

આ સફળ આયોજન બદલ પ્રમુખ પી.ડી.કાંજીયા, શૈલેષભાઈ પરમારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

- text