મોરબીમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન યોજાઈ

- text


મોરબી : મોરબી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન નુ આયોજન કરાયુ હતુ જેમાં અબાલ વૃદ્ધ સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મોરબી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના આગેવાન લાલજીભાઈ મહેતા દ્વારા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરી અને ૧૫મા વર્ષની વર્ષગાંઠની ઉજવણી કરવામા આવી હતી.

આ સ્પર્ધા મા ૦૫ વર્ષ થી લઈ ને ૫૦ વર્ષ સુધીના સ્પર્ધકો એ ભાગ લઈ પોતાની કલાકૃતિ રજુ કરી હતી અને તમામ સ્પર્ધકો ને નાના મોટા કલાકારો એ ફિલ્મ ક્ષેત્રે પ્રદાન કરેલ હતુ આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે નિવાસી અધિક કલેક્ટર કેતનભાઈ જોશીએ ખાસ હાજરી આપી બાળકોના ઉત્સાહને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.

- text

આ ઉપરાંત ડેપ્યુટી કલેક્ટર દમયંતીબેન બારોટ, મામાલતદાર એચ.બી.સતાણી સહીત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત આ કાર્યક્રમમાં મોરબી સિરામીક એશોશીએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા, હંસરાજભાઈ ગામી, હેમરાજભાઈ ભાલોડીયા, ફિલ્મ ડાયરેક્ટર રાજુ વાસાવડ સહીતના મોટી સંખ્યામા શહેરના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.

- text