મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં ચોરીના ઇરાદે રખડતો શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગતરાત્રીના શક્તિ ચેમ્બર નજીક ચોરીના ઇરાદે રખડતા- ભટકતા ઇસમને બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો.

- text

જાણવા મળ્યા મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગત રાત્રીના બી ડિવિઝન પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમીયાન શક્તિ ચેમ્બર નજીકથી ભરત દીપકભાઈ નામના શખ્સને મિલકત વિરોધી ગુન્હો કરવાની શંકાના આધારે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text