યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અપરણકર્તાને પકડનાર જીઆરડી જવાનનું સન્માન કરાયું

- text


યંગ ઇન્ડિયા ગ્રુપની સાથે અન્ય સંસ્થા દ્વારા પણ જીઆરડી જવાનની સાથે બાળકના મામાનું પણ સન્માન કરાયું

મોરબી : મોરબીમાં એક અલગ જ પ્રકારના સેવા કાર્યો કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દેવ અપહરણ કેસમાં મહત્વની ભૂમિકા ભજવનાર મોરબીના જીઆરડી જવાનનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં સોમવારે રવાપર રોડ વિસ્તારમાંથી ખંડનીના ઇરાદે સીરામીક ઉદ્યોગપતિના સાત વર્ષના પૂત્ર દેવનું તેના ઘર પાસેથી બે બાઇક સવારોએ દિલધડક અપહરણ કરી નાસી ગયા હતા. આ બનાવમાં પોલીસ તંત્રની સૂચના મુજબ એલર્ટ થઈ ગયેલા જીઆરડી જવાન મુકેશભાઇ હડિયલએ રફાળેશ્વર પાસે એક અપહરણ કર્તાને બાળક સાથે ઝડપી લીધો હતો.અને અપહરણની ઘટનાના ગણતરીની મિનિટમાં બાળકને મુક્ત કરવામાં અહમ ભૂમિકા ભજવી હતી.આ સમયે અપહૃત બાળકના મામાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે મોરબીના સનસનીખેજ અપહરણ કેસમાં ઘટનાની ગણતરીની મિનિટોમાં અપહરણ કર્તાને બાળક સાથે ઝડપી લેનાર જીઆરડી જવાન મુકેશભાઈ હડિયલનું આજે યંગ ઇન્ડિયા ગ્રુપના દિનેશભાઈ રબારી, જીતુભાઇ રબારી, રોહનભાઈ રાંકજા સહિતના સભ્યોએ પ્રમાણપત્ર આપીને વિશેષ સન્માન કર્યું હતું.

- text

- text