સંકલ્પ નવરાત્રીમાં વૃધ્ધાશ્રમના વડીલો અને વિકાસ વિદ્યાલયની બાળાઓ ગરબે ધૂમ્યા

- text


વડીલો-બાળાઓના હસ્તે રાત્રે બાર વાગ્યે શહીદ ભગતસિંહની જન્મજયંતિ ઉજવવા ૧૦૧ દિવડાની આરતી કરાઈ
મોરબી:યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે વૃધ્ધાશ્રમના વડીલો અને વિકાસ વિદ્યાલયની બાળાઓ નવરાત્રી મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરી હતી ઉપરાંત મધ્યરાત્રીએ શહીદ ભગતસિંહની જન્મ જયંતિ પ્રસંગે વડીલો-બળાઓના હસ્તે ૧૦૧ દિવડાની દિવ્ય આરતી કરવામાં આવી હતી.
મોરબીમાં વૈચારિક ક્રાંતિથી દેશભાવના મજબૂત બનાવવા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક તહેવારોને દેશભક્તિ સાથે જોડવામાં આવે છે યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમા ગઈકાલે શહીદ ભગતસિંહની જન્મ જયંતિ ઉજવવા રાત્રીના ૧૦૧ દિવડાની આરતી કરી વિરાંજલી અર્પણ કરવામાં આવી હતી.વધુમાં સંકલ્પ નવરાત્રી મહોત્સવ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી એ જણાવ્યું હતું કે આપવાના આનંદ સૂત્ર મુજબ વિકાસ વિદ્યાલયની ૧૩૦ બાળાઓ અને વૃદ્ધાશ્રમના ૪૦ જેટલા વડીલો સંકલ્પ નવરાત્રીના વિશેષ મહેમાન બન્યા હતા અને હોશ ઉમંગ સાથે ગરબા રાસ રમ્યા હતા.સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં વડીલો-બાળાઓ મનમૂકીને ગરબા રમી શકે તે માટે સુંદર આયોજન કરવા ઉપરાંત તેમને તેડવા-મુકવા માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે મધ્યરાત્રીના શાહિદ ભગતસિંહની જન્મ જયંતિ પ્રસંગે વડીલો અને બળાઓના હસ્તે આરતી કરી શક્તિના પર્વમાં દેશભક્તિના દર્શન કરાવ્યા હતા.

- text