પીપળીમાં જનતારેડ બાદ પોલીસ જાગી : દારૂના પીઠા પર દરોડા

- text


મોરબી એલસીબીએ રૂ.૮૮૦ અને તાલુકા પોલીસે રૂ.૨૩૦નો દેશીદારૂ પકડ્યો

- text

મોરબી:મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતા દેશીદારૂના હાટડા ઉપર પીપળી ગામના ગ્રામજનોએ જનતારેડ પાડ્યા બાદ આજે એલસીબી અને તાલુકા પોલીસે દેશીદારૂની ચાલુ ભઠ્ઠી પકડી રૂપિયા ૧૧૧૦ નો દારૂ અને આથો ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ પીપળીમાં જનતા રેડ બાદ જાગેલી પોલીસે આજે એ દારૂની ચાલુ ભઠ્ઠી પકડી હતી જેમાં સપરમાં એલસીબી એ નવઘણ દિનેશ અમીપરા નામના ધંધાર્થીને ઝડપી લઈ દેશીદારૂ અને આથો મળી રૂ.૮૮૦ નો મુદામાલ પકડ્યો હતો.
બીજી રેડમાં જૂની પીપળીમાં તાલુકા પોલીસે દરોડો પડી ૧૧૫ લીટર આથા સહિત રૂપિયા ૨૩૦નો દેશીદારૂ પકડ્યો હતો.

 

- text