મોરબીમાં નવનિર્મિત પોટરી શાળાનું લોકાપૅણ

- text


મોરબી : પરશુરામ પોટરી શાળા ભારે જજૅરિત થઈ જવાથી જે તે સમયે શાળાના બાળકો ને જ઼મીન સંરક્ષણમા સ્થળાતર કરીને આ શાળાનું નવ નિર્માણ કામ હાથ ધરાયુ હતું. રૂ. 50.63 લાખના ખર્ચે પોટરી શાળાને અધતન બનાવવામાં આવી છે. આ શાળાનું બિલ્ડીંગ તૈયાર થઈ જવાથી આજે પોટરી શાળાના લોકપર્ણનો કાર્યક્રમ યોજયો હતો. જેમાં પરશુરામ પોટરીના માલિક પ્રસાદભાઈ ગણપૂખે, વોર્ડ નં 4 ના કાઉન્સીલર જશવંતિબેન શિરોહિયા, સામાજીક કાર્યકર સુરેશ શિરોહિયા, મહાદેવભાઈ ઉટવાડીયા , રવજીભાઈ પટેલ, નરેન્દ્રસિંહ ઝાલા સહિતના તથા શાળાઓની બાળાઑના હસ્તે પોટરી શાળાને ખુલ્લી મુકાઇ હતી. અને જમીન સંરક્ષણમાંથી ફરી પોટરી શાળામાં બાળકોને પ્રવેશ આપી શિક્ષણકાર્ય ચાલુ કરાયું હતું.

 

- text