હળવદ : વેપારી એસો. દ્વારા એપીએમસીને જીએસટી અંગે યોગ્ય માર્ગદર્શન આપવા રજૂઆત

- text


હળવદ : જીએસટીનાં કારણે વહિવટી બાબતોમાં હળવદનાં વેપારીઓ અને ખેડૂતો પરેશાન છે. ત્યારે નવા નિયમો ઘડીને વેપારીઓની અને ખેડૂતોની સમસ્યામાં વધારો કરે છે. ત્યારે મોરબી વેપારી એસો. દ્વારા એપીએમસીને રજૂઆત કરતા જણાવવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવી એ.પી.એમ.સી. જોગ નોટિફિકેશન કરવું, ત્યારબાદ કઈકઈ ખામીઓ છે? તેના સુધારા કરવા વેપારીઓ પણ તેમાં સજેશન કરશે. જેથી વહિવટ સંબધિત અધિકારીઓ ખોટા રોફ ન જમાવે અને ખેડૂત તથા વેપારીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે અત્યંત જરૂરી છે. હાલની પરિસ્થિતિ મુજબ ખેડૂતોની જેમ વેપારીઓનું પણ સરકાર વિરુદ્ધ વાતાવરણ બનતું જાય છે. જે અંગે વેપારીનેઓ અને ખેડૂતોને થતી પરેશાની અને પ્રશ્ન અંગે જી.એસ.ટી. વિષયક એ.પી.એમ.સી તાત્કાલિક પગલા લે તે આવશ્ય છે.

એપીએમસી એક સરકારી સંસ્થા હોય તેમાં કેવી રીતે માલનું ખરીદ-વેંચાણ કરવું તેનું જીએસટી બાબતે નોટિફીકેશન તાત્કાલિક સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તે અતિ આવશ્યક છે તેવું હળવદ વેપારી એસો. જણાવ્યું છે.

- text

- text