દોઢસોના દારૂમાં 10 લાખની સ્કોર્પિયો કાર જપ્ત

- text


વાંકાનેરના લુણસર નજીક પોલીસે મોરબીના યુવાનને દારૂની અડધી બાટલી સાથે પકડી પાડ્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામના પ્લોટ વિસ્તારમાં તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ સ્કોર્પિયો કાર અટકાવી તલાશી લેતા કારમાંથી રૂપિયા દોઢસોની કિંમતનો 400 મીલી દારૂની ભરેલી બોટલ મળી આવતા પોલીસે દસ લાખની કાર કબ્જે કરી મોરબીના રહેવાસી આરોપીને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લુણસર પ્લોટ વિસ્તારમાં આવેલ સહકારી મંડળી નજીકથી શંકાસ્પદ હાલતમાં રહેલી જીજે – 03 – એનબી – 8888 નંબરની સ્કોર્પિયો કારની તલાશી લેતા કારમાં બેઠેલા આરોપી મનીષ ઓધવજીભાઈ વસિયાણી ઉ.38 રહે.વૃંદાવન પાર્ક, દલવાડી સર્કલ મોરબી, મૂળ રહે.લુણસર વાળાના કબ્જામાંથી 400 મીલી દારૂ ભરેલી ગ્રીનલેબલ બ્રાન્ડની બોટલ કિંમત રૂપિયા 150 મળી આવતા પોલીસે 10 લાખની કાર કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text