મોરબીમાં આયુષ્યમાન કાર્ડ યોજના જ બીમાર ! બે મહિનાથી કાર્ડ રીન્યુઅલ બંધ

- text


પ્રધાનમંત્રી આરોગ્ય સેવાનો લાભ ઝંખતા અનેક ગરીબ-મધ્યમ વર્ગના પરિવારો પરેશાન,

મોરબી : કાળઝાળ મોંઘવારીમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ આયુષ્યમાન ભારત યોજના હાલમાં બીમાર પડી હોય તેમ છેલ્લા બેથી ત્રણ મહિનાથી મોરબીમાં આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓના કાર્ડ રીન્યુ ન થતા હોય અનેક પરિવારો ઓપરેશન અને બીજી સારવાર માટે કાર્ડ રિન્યૂઅલની રાહ જોઈ રહ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લામાં છેલ્લા બેથી ત્રણ મહિનાથી પીએમજેવાય એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાયેલ આયુષ્યમાન ભારત યોજનાના જુના લાભાર્થીઓના મુદત પૂર્ણ થયેલા કાર્ડ રીન્યુ કરવામાં ન આવતા હોવાથી આરોગ્ય સેવાનો લાભ ઝંખતા અનેક ગરીબ-મધ્યમ વર્ગના પરિવારો પરેશાન થઇ ઉઠ્યા છે. સમગ્ર જિલ્લામાં આ યોજના બંધ હોવા વ્યાપક ફરિયાદો ઉઠી છે.

- text

આયુષ્યમાન ભારત યોજનાના નવા કાર્ડ નીકળી રહ્યા હોવાનું અને આયુષ્યમાન ભારત યોજનાના નવા સોફ્ટવેરની ખામીને કારણે કાર્ડ રીન્યુ નથતા હોવાનું મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ડો.મેહતા અને ચંદાબેન નામના અધિકારી જણાવી રહ્યા છે. જ્યારે સોફ્ટવેરની 2.0ની ખામી છેલ્લા બેથી ત્રણ મહિનાથી સર્જાઈ હોવા છતાં આ ગંભીર બાબતે આરોગ્ય વિભાગ ગંભીર ન હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

- text