વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેરના નવાપરા ખડીપરા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડી આરોપી સમીરભાઇ ઇસ્માઇલભાઇ શેખ, રહે.વાંકાનેર સીટી સ્ટેશનરોડ, અલિઅસગરભાઇ ઉસ્માનભાઇ શેખ, રહે. વાંકાનેર સીટી સ્ટેશન રોડ, અજયભાઇ બાબુભાઇ નાકીયા અને ઇલીયાસભાઇ અદ્રેમાનભાઇ રફાઇ રહે.વાંકાનેર ખોજાખાના શેરી વાળાને પોલીસે રોકડા રૂપિયા 11,670 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text