વાંકાનેર તાલુકાની ઘીયાવડ પ્રા.શાળાની છ છાત્રાઓએ કરાટે ટુર્નામેન્ટ મેળવ્યો ગોલ્ડ

- text


મોરબી : રાજકોટના એમેચ્યોર કરાટે એસોસિએશન દ્વારા ઓપન રાજકોટ શહેર કરાટે કપ 2024નું એસએજી સ્ટેડિયમ, રાજકોટ ખાતે આયોજન કરાયું હતું. જેમાં કરાટેની કુમિતે ઇવેન્ટમાં ઘીયાવડ પ્રા.શાળા તા.વાંકાનેર જી.મોરબીની કરાટે ટીમએ ભાગ લીધો હતો.

- text

આ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની ચૌહાણ આકાશી અરવિંદભાઈ, ચૌહાણ કોમલ ગોબરભાઈ, ચૌહાણ સેજલ સંજયભાઈ, ચૌહાણ શીતલ સંજયભાઈ, ઝાલા વૈદેહીબા શક્તિસિંહ, વનાણી દક્ષા જીવરાજભાઈ એ ગોલ્ડ મેડલ જીત્યો હતો.સાથે જ કરાટેની કાતા ઇવેન્ટમાં ચૌહાણ કોમલ ગોબરભાઈએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.તેમણે પોતાના માતાપિતા, ઘીયાવડ પ્રા.શાળા અને ઘીયાવડ ગામ નું ગૌરવ વધાર્યું છે.તેમને કરાટે તાલીમ શાળાના શિક્ષિકા સેનસાઈ નમ્રતાબા વિરેન્દ્રસિંહ પરમારએ આપી હતી

- text