વાંકાનેરના માટેલ રોડ ઉપર બે બાઈક અથડાતા એકનું મૃત્યુ 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે માટેલથી ઢુંવા તરફ આવતા લીંબડીના નટવરગઢ ગામના વતની સાહિલ અશોકભાઈ ચીહલા નામના યુવાનના બાઈક સાથે UP-80-ES-0949 નંબરના બાઈક ચાલકે બાઈક અથડાવી અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં સાહિલને ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પિતા અશોકભાઇ બબાભાઇ ચીહલા, રહે. નટવરગઢ, તા.લીંબડી, જી.સુરેન્દ્રનગર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં UP-80-ES-0949 નંબરના બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text